શ્રીજી વિદ્યાર્થી ભુવન અમરેલી શાળામાં ધો – ૫ થી ૧૨ ના વિદ્યાર્થીઓને શિક્ષણ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ચિત્ર, નાટ્ય, સુલેખન તથા વર્ષના શ્રેષ્ઠ વિદ્યાર્થી તરીકે સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને સંસ્થાના સંચાલક દીપકભાઈ વઘાસીયા, વિલાસબેન વઘાસીયા તથા સ્ટાફગણના હસ્તે સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓ જ્ઞાન સાથે કૌશલ્ય વિકાસ, ગીતસંગીત,
વકતૃત્વ , ચિત્ર વગેરે ક્ષેત્રે પોતાની પ્રતિભાના પુષ્પો ખીલાવીને શાળા પરિવાર અને સમાજનું ગૌરવ વધારી જીવનમાં હંમેશા પ્રગતિના પંથે અગ્રેસર રહે તેવી હદયપૂર્વક શુભકામના વ્યક્ત કરવામાં આવી હતી.