અમરેલી શહેરમાંથી પોલીસે ૯ જુગારીને જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતાં ઝડપી લીધા હતા. તેમની પાસેથી કુલ રૂ. ૧૩,૪૮૦ની મત્તા જપ્ત કરવામાં આવી હતી. બહારપરા કોળીવાડ ખોડીયાર માના નાકામાં જાહેરમાં જુગાર રમતાં અજયભાઇ વલ્લભભાઇ ગંગાજળીયા, સંજયભાઇ રમેશભાઇ મકવાણા, લાલજીભાઇ ભીખુભાઇ સોલંકી, હરેશભાઇ પ્રવિણભાઇ સોલંકી, વિપુલભાઇ જીવરાજભાઇ ભીલોટા, કાળુભાઇ બચુભાઇ સોલંકી, પ્રકાશભાઇ વલ્લભભાઇ સોલંકી, ભરતભાઇ રવજીભાઇ સોલંકી તથા ગોરધનભાઇ બચુભાઇ સોલંકી રોકડા રૂ. ૧૩,૪૮૦ સાથે ઝડપાયા હતા. અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એન.બી. ગોહીલ વધુ તપાસ કરી રહ્યા છે.