અમરેલી સિટી પોલીસે રસ્તા પર પડી ગયેલો મોબાઇલ શોધીને મૂળ માલિકને પરત આપી તેરા તુજકો અર્પણ સૂત્ર સાર્થક કર્યુ હતું. ભાવનગર રેન્જ આઈજીપીએ ગુમ થયેલો માલ શોધી મૂળ માલિકને ખરાઈ કરી પરત આપવા આપેલા માર્ગદર્શન અંતર્ગત એસપી સંજય ખરાતની સૂચનાથી અમરેલી સિટી પોલીસ સ્ટાફ દ્વારા અલગ અલગ જગ્યાએ તપાસ કરતા તેમજ હ્યુમન સોર્સ તથા ટેકનીકલ સોર્સના આધારે બન્ને મોબાઇલ ફોનની ખરાઇ કરી મૂળ માલિકને મોબાઇલ ફોન સોંપી આપવાની પ્રશંસનીય કામગીરી કરી હતી.