ઉબડ-ખાબડ રસ્તાને લઈ મુખ્યમંત્રી, કલેકટર સહિતનાઓને ટેગ કર્યા

લેહ-લદાખનો અનુભવ કરવા આ માર્ગ પર ચાલવા ડો. ભરત કાનાબારનું ઈજન

અમરેલી સિવિલ હોસ્પટલની પાછળ આવેલા ઉબડ-ખાબડ માર્ગને લઈ જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખે મુખ્યમંત્રી, ધારાસભ્ય, કલેકટર સહિતનાઓને ટેગ કરતા ભાજપમાં ખળભળાટ મચી ગયો છે. જા કે આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે પરંતુ કામ હજુ શરૂ થયુ ન હોવાથી લોકો ભારે હાલાકી ભોગવી રહ્યાં છે. અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ લોકપ્રશ્ને ભાજપ સરકારને પણ આડેહાથ લેતા અચકાતા નથી.જેમાં અમરેલી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો.ભરત કાનાબારે સિવિલ હોસ્પટલની પાછળના રસ્તાને લઈ ટ્‌વીટ કર્યુ છે જેમાં જણાવ્યું છે કે, લેહ-લદ્દાખના ભયજનક રસ્તાના રોમાંચનો અનુભવ કરવો હોય તો સિવિલ હોસ્પટલના પાછળના ભાગમાં આવેલી ભગિની છાત્રાલય સુધીના રસ્તાનો અનુભવ કરી શકે છે અને કદાચ પડી જવાય કે હાથ-પગ ભાંગે તો ચિંતા જેવુ નથી કેમ કે, સિવિલ હોસ્પટલ બાજુમાં છે. ૪ વર્ષથી આ બિસ્માર માર્ગનો અમરેલીની જનતા અનુભવ કરી રહી છે. ડો.કાનાબારે આ ટ્‌વીટની સાથે મુખ્યમંત્રી, આરોગ્ય મંત્રી, ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયા, કલેકટર, જિલ્લા પોલીસ વડા સહિતનાઓને ટેગ કરતા ભાજપ આગેવાનના આ ટ્‌વીટથી ભાજપ જ શરમજનક સ્થતિમાં મુકાઈ ગયુ છે. થોડા દિવસ પહેલા જ ધારાસભ્ય દ્વારા આ માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.