અમરેલીનાં આંગણે સ્વામિનારાયણ મંદિર(પાણી દરવાજા) દ્વારા પંચદશાÂબ્દ મહોત્સવનું ધામધૂમથી આયોજન કરવામાં આવ્યું છે. કથા પારાયણનાં દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પંચદશાÂબ્દ મહોત્સવમાં દિવ્ય શાકોત્સવ ઉજવવામાં આવ્યો હતો. શાકોત્સવના પ્રસાદનો મોટી સંખ્યામાં હરિભકતોએ લાભ લીધો હતો. આ ધાર્મિક કાર્યક્રમમાં રકતદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ભૂદેવ બાળકો માટે યજ્ઞોપવિત સંસ્કારનું આયોજન કરવામાં આવ્યું હતું. વિશાળ મહિલામંચથી ભારતીય નારીશકિતનાં દર્શન થયા હતા. આચાર્ય રાકેશપ્રસાદદાસજી મહારાજે આ મહોત્સવમાં ઉપÂસ્થત રહી સંતો અને હરિભકતોને આશીર્વચન પાઠવ્યાં હતા.
આ મહોત્સવમાં વિધાનસભાનાં નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ પણ કથા પારાયણનો લાભ લઈ સંતોનાં આશીર્વાદ મેળવ્યા હતા. ઘનશ્યામ યુવક મંડળનાં બાળકોએ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કર્યું હતું.