અમૃતસરમાં એક મંદિર પર થયેલા ગ્રેનેડ હુમલાના મુખ્ય આરોપી સોમવારે સવારે પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયા. શંકાસ્પદ વ્યક્તિની ઓળખ ગુરસિદક સિંહ તરીકે થઈ છે.
અમૃતસરના મંદિર પર ગ્રેનેડ હુમલાના આરોપી ગુરસીદક અને વિશાલ રાજાસાંસી વિસ્તારમાં છુપાયેલા હોવાની માહિતી મળી હતી. પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું. આ દરમિયાન આરોપીઓનું પોલીસ સાથે એન્કાઉન્ટર થયું. આરોપી ગુરસીદકને એન્કાઉન્ટરમાં ગોળી વાગી હતી.
તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થયું. જ્યારે તેનો સાથી વિશાલ ભાગી જવામાં સફળ રહ્યો. પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર, આરોપી રાજાસાંસી વિસ્તારમાં ફરતો હોવાની ચોક્કસ ગુપ્ત માહિતી મળી હતી.
તેને કસ્ટડીમાં લેવા માટે ઝ્રૈંછ અને છેહરતા પોલીસ કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી . ટીમે બે લોકોને બાઇક પર આવતા જાયા. આના પર પોલીસે બાઇક રોકવાનો પ્રયાસ કર્યો, બાઇક સવાર આરોપી બાઇક છોડીને પોલીસ પાર્ટી પર ગોળીબાર કરી દીધો.
પોલીસના જણાવ્યા અનુસાર, એક ગોળી કોન્સ્ટેબલ ગુરપ્રીત સિંહના માથામાં, એક ગોળી ઇન્સ્પેક્ટર અમોલક સિંહની પાઘડીમાં અને એક ગોળી પોલીસ વાહનમાં વાગી હતી. ઇન્સ્પેક્ટર વિનોદ કુમારે સ્વ-બચાવમાં પોતાની પિસ્તોલમાંથી ગોળીબાર કર્યો, જેમાં આરોપી ગુરસીદક ઘાયલ થયો. અન્ય આરોપીઓ ઘટનાસ્થળેથી ભાગી જવામાં સફળ રહ્યા. એચસી ગુરપ્રીત સિંહ અને ગુરસીદકને સારવાર માટે સિવિલ હોસ્પીટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ગુરસીદકનું મોત નીપજ્યું હતું. પોલીસ સ્ટેશનમાં એફઆઇઆર નોંધાઈ રહી છે.શુક્રવારે રાત્રે લગભગ ૧ વાગ્યે અમૃતસરના શેરશાહ સુરી રોડ પર સ્થિત સર્વ ધર્મ પ્રાર્થના સભા ઠાકુરદ્વારા મંદિરની બહાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. હુમલા કેસમાં પોલીસે બિહારથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.