(એ.આર.એલ),ઓટાવા,તા.૧૫
કેનેડા સાથેના તણાવ વચ્ચે ભારતે તેના હાઈ કમિશનર અને અન્ય
આભાર – નિહારીકા રવિયા રાજદ્વારીઓને ત્યાંથી પાછા બોલાવ્યા છે, જ્યારે ભારતે દિલ્હીમાં કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢ્યા છે. હવે ભારતના આ કડક વલણ પર કેનેડાના વડાપ્રધાન જÂસ્ટન ટ‰ડોનું નિવેદન સામે આવ્યું છે. ટ‰ડોએ કહ્યું કે કેનેડા ભારતની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સંપૂર્ણ સન્માન કરે છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે ભારત સરકાર કેનેડા માટે આવું જ કરે. કેનેડાના નાગરિકોની સુરક્ષા કરવાની મારી જવાબદારી છે.ટડોએ કહ્યું, “હું સમજું છું કે તમારામાંથી ઘણા ગુસ્સે, નારાજ અને ગભરાયેલા છે.” એવું ન થવું જાઈએ. કેનેડા-ભારતનો લાંબો ઈતિહાસ લોકો વચ્ચેના સંબંધો, વેપાર અને વ્યાપાર સાથે જાડાયેલો છે પરંતુ આપણે હવે જે જાઈ રહ્યા છીએ તે આપણે સહન કરી શકતા નથી. ગયા સપ્તાહના અંતે જ્યારે મેં પીએમ મોદી સાથે વાત કરી ત્યારે મેં ભારપૂર્વક જણાવ્યું હતું કે આ સપ્તાહના અંતે સિંગાપોરમાં અમારા રાષ્ટય સુરક્ષા સલાહકારો વચ્ચે અવિશ્વસનીય રીતે મહત્વપૂર્ણ બેઠક થવાની છે. તે મીટિંગ વિશે જાણતો હતો અને હું પણ. તેના પર દબાણ કર્યું કે મીટિંગને ખૂબ જ ગંભીરતાથી લેવાની જરૂર છે.કેનેડાના પીએમ જસ્ટન ટડોએ કહ્યું કે કેનેડા-ભારત સંબંધોમાં તણાવ પેદા કરવા માટે કેનેડાએ આ વિકલ્પ પસંદ કર્યો નથી. ભારત એક મહત્વપૂર્ણ લોકશાહી છે. ભારત અને કેનેડા વચ્ચે ઐતિહાસિક વેપાર સંબંધો છે. આપણે સાથે રહેવાનું છે. અમારે લડાઈ નથી જાઈતી. તેથી દરેક પગલા પર અમે જે કંઈપણ જાણીએ છીએ તેની માહિતી ભારતને આપી છે.ટડોએ સત્તાવાર નિવેદન જારી કરીને કહ્યું કે કેનેડા કાયદાના શાસન પર આધારિત દેશ છે અને આપણા નાગરિકોની સુરક્ષા સર્વોપરી છે. ટડોએ ફરી એકવાર આરોપ લગાવ્યો કે હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટો સામેલ હતા.તેમણે કહ્યું કે આ સંદર્ભે અમે ભારત સરકાર સાથે અમારી ચિંતાઓ શેર કરી છે અને તેમને આ મહત્વપૂર્ણ મુદ્દા પર અમારી સાથે કામ કરવાની અપીલ કરી છે. કેનેડાના પીએમે આરોપ લગાવ્યો કે આ હોવા છતાં તેમની તપાસ એજન્સીઓને સહકાર આપવામાં આવ્યો નથી.