અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કર્યું. પોતાના સંબોધનમાં ડોનાલ્ડ ટ્રમ્પે ભારત, ચીન, યુરોપિયન યુનિયન અને અન્ય દેશો વિરુદ્ધ મોટા પગલાં લેવાની વાત કરી છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે અમેરિકા ૨ એપ્રિલથી પારસ્પરિક ટેરિફ લાદવા જઈ રહ્યું છે. ટ્રમ્પે કહ્યું છે કે તેઓ અમારા પર ગમે તેટલો ટેરિફ લાદે, અમે પણ તેમના પર તેટલો જ ટેરિફ લાદીશું.
યુએસ કોંગ્રેસને સંબોધતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “અન્ય દેશોએ દાયકાઓથી અમારી સામે ટેરિફનો ઉપયોગ કર્યો છે. હવે અમારો વારો છે કે અમે તે દેશો સામે ટેરિફનો ઉપયોગ શરૂ કરીએ. સરેરાશ, યુરોપિયન યુનિયન, ચીન, બ્રાઝિલ, ભારત અને અસંખ્ય અન્ય દેશો અમારી પાસેથી ઘણા ઊંચા ટેરિફ વસૂલ કરે છે. તે અમે વસૂલીએ છીએ તેના કરતા ઘણા વધારે છે. તે ખૂબ જ અન્યાયી છે. ભારત અમારી પાસેથી ૧૦૦% ટેરિફ વસૂલ કરે છે. આ સિસ્ટમ અમેરિકા માટે ન્યાયી નથી, તે ક્્યારેય નહોતી. ૨ એપ્રિલથી, પારસ્પરિક ટેરિફ અમલમાં આવશે અને અન્ય દેશો અમારા પર ગમે તે ટેરિફ લાદે છે, અમે તેમના પર લાદીશું. તેઓ અમારા પર ગમે તે કર લાદે છે, અમે તેમના પર લાદીશું. જા તેઓ અમને તેમના બજારોથી દૂર રાખવા માટે બિન-નાણાકીય ટેરિફ લાદે છે, તો અમે તેમને અમારા બજારોથી દૂર રાખવા માટે બિન-નાણાકીય અવરોધો લાદીશું.”
કોંગ્રેસને સંબોધન કરતી વખતે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકન આયાત પર ઊંચા ટેરિફ લાદતા દેશોમાં ભારતનું નામ લીધું. ભારત પ્રત્યે નારાજગી વ્યક્ત કરતા અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે ભારત અમારી (અમેરિકા) પાસેથી ૧૦૦% ટેરિફ વસૂલ કરે છે. આ વ્યવસ્થા અમેરિકા માટે વાજબી નથી અને તે ક્યારેય વાજબી રહી નથી.
ડોનાલ્ડ ટ્રમ્પે કોંગ્રેસના સંયુક્ત સત્રને સંબોધિત કરતી વખતે કહ્યું છે કે ટૂંક સમયમાં બદલો લેવાના ટેરિફ લાદવામાં આવશે. ટ્રમ્પે વધુમાં કહ્યું કે આ ટેરિફ અમેરિકાને ફરીથી સમૃદ્ધ અને મહાન બનાવવા માટે છે. ટ્રમ્પે કહ્યું કે આ ટૂંક સમયમાં થશે. આનાથી થોડી ખલેલ થશે પણ અમને કોઈ સમસ્યા નથી. તે વધારે પડતું નહીં હોય.