અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્ર અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે હવે મતભેદ સર્જાયો છે. સોમવારે, હાર્વર્ડ પહેલી યુએસ યુનિવર્સિટી બની જેણે ટ્રમ્પ વહીવટીતંત્રને તેની સ્વતંત્રતા અંગે ખુલ્લેઆમ વિરોધ કર્યો. યુનિવર્સિટીના વકીલોએ સોમવારે સરકારને પત્ર લખીને કહ્યું કે, “યુનિવર્સિટી તેની સ્વતંત્રતા છોડશે નહીં કે તેના બંધારણીય અધિકારોનો ત્યાગ કરશે નહીં. હાર્વર્ડ કે અન્ય કોઈ ખાનગી યુનિવર્સિટી પોતાને ફેડરલ સરકાર દ્વારા કબજે કરવાની મંજૂરી આપી શકે નહીં.”
ટ્રમ્પ વહીવટીતંત્ર કહે છે કે તે હાર્વર્ડને ઇં૨.૨ બિલિયનથી વધુની ગ્રાન્ટ અને ઇં૬૦ મિલિયનના કરારોને અવરોધિત કરી રહ્યું છે. તમને જણાવી દઈએ કે, યુનિવર્સિટીના ભંડોળને રોકવાનું સાતમી વખત છે જ્યારે ટ્રમ્પ વહીવટીતંત્રે દેશની સૌથી પ્રતિષ્ઠિત કોલેજામાંની એક હાર્વર્ડ પર રાજકીય એજન્ડાનું પાલન કરવા માટે દબાણ કરવાના પ્રયાસમાં આટલું કડક પગલું ભર્યું છે. સાત શાળાઓમાંથી છ આઇવી લીગમાં છે.
ડોનાલ્ડ ટ્રમ્પે થોડા દિવસો પહેલા જ હાર્વર્ડ યુનિવર્સિટીને ફેડરલ ફંડિંગ બંધ કરી દીધું છે અને યુનિવર્સિટીમાં થતી તમામ પ્રવૃત્તિઓ પર બાહ્ય રાજકીય દેખરેખ લાદવાની વાત કરી છે. આ પાછળનું કારણ આપતાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે યુનિવર્સિટી કેમ્પસ યહૂદી વિરોધી શિબિરો બની ગયા છે અને જા તેમને રોકવામાં નહીં આવે તો મુશ્કેલી ઊભી થઈ શકે છે. ટ્રમ્પ વહીવટીતંત્રે યુનિવર્સિટીના બજેટમાં કાપ મૂકવાની, તેનો કરમુક્ત દરજ્જા સમાપ્ત કરવાની અને વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને જાખમમાં મૂકવાની ધમકી આપી હતી. પરંતુ ટ્રમ્પની આ ધમકીઓ સામે, હાર્વર્ડે પણ કડક વલણ અપનાવ્યું છે અને સરકારના નિર્ણય સામે ઝૂકવાનો ઇનકાર કર્યો છે.