અરવલ્લીના બાયડના ડાભા ગામે બનેલી ઘટનામાં વીજકરંટથી પિતાપુત્રના મોત થયા છે. પિતાને કપડા સૂકવવાનો તાર ગળામાં આવી જતા વીજકરંટથી મોત થયું છે બીજી તરફ પુત્ર તેમને બચાવવા જતા તેનુ મોત થયું છે,સમગ્ર ઘટનામાં માતાને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.
બાયડના ડાભા ગામે એક જ પરિવારમાં બે લોકોના વીજ કરંટથી મોત થતા પરિવારમાં તેમજ ગામમાં શોકની લાગણી પ્રસરી છે,ડાભા ગામે પિતા ને ગળાના ભાગે કપડા સૂકવવાનો તાર આવી ગયો હતો અને તે કપડા સૂકવવાના તારમાં વીજકરંટ પસાર થયો હતો જેના કારણે તેઓનુ ઘટના સ્થળે જ મોત થયું છે,તો વીજ કરંટથી પિતા બુમાબુમ કરવા લાગ્યા હતા જેના કારણે પુત્ર તેમને બચાવવા ગયો જયા તેનું પણ મોત થયુ,આ સમગ્ર ઘટનામાં માતાને પણ વીજકરંટ લાગ્યો છે અને તેમનો જીવ બચી ગયો છે અને તેમને સારવાર હેઠળ ખસેડાયા છે.
સમગ્ર ઘટનામાં પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે જઈને તપાસ હાથધરી છે,અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે હોÂસ્પટલ ખસેડી દેવામાં આવ્યો છે,માતા પણ ઈજાગ્રસ્ત હોવાથી તેમનું નિવેદન લેવામા આવ્યું નથી પરંતુ આસપાસના સ્થાનિકોનું નિવેદન લેવામાં આવ્યું છે,અને વીજકંપનીને આ ઘટનાની જાણ કરી છે,પોલીસે હાલ અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ ઉંડાણપૂર્વક કરી છે.
ઘટનાની જાણ થતાની સાથે જ વીજકંપનીએ ઘટના સ્થળની આસપાસનો વીજ પ્રવાહ તાત્કાલિક ધોરણે બંધ કરીને તપાસ હાથધરી છે,કપડા સૂકવવાના વાયરમા વીજ કરંટ કઈ રીતે પ્રસર્યો તેને લઈ તપાસ હાથધરી છે.ત્યારે અગામી સમયમાં આવી કોઈ ઘટના બને નહી તેને લઈ ગ્રામજનોએ પણ વીજકંપનીના અધિકારીઓને રજૂઆત કરી છે.