અર્જુન રવિનાને તાકી રહ્યો. એ નજર આરપાર સોંસરી ઉતરી જાય તેવી કાતિલ અને ઘાતક હતી. રવિના, અર્જુનની એ નજરનો તાપ જીરવી ન શકી. તેની આંખોમાં આંસુ ધસી આવ્યા. એ આંસુની પાછળ દર્દ હતું, અફસોસ હતો, પીડા હતી ? ના એ આંસુની પાછળ પ્રેમ હતો. શુધ્ધ પ્રેમ ! જે કોઇ સ્ત્રીને કોઇ પુરૂષ પ્રત્યે પહેલીવાર થાય તેવો પ્રેમ. રવિનાનું મન ઓગળી રહ્યું હતું અને અર્જુનનું મન લાહ્ય લાહ્ય થઇ રહ્યું હતું. “પ્લીઝ તમે માનો, મારી ભીતરની વાત તમે સાંભળો….” રવિના કહી રહી હતી:“ મારી જિંદગી ગણો કે જીવ જે ગણો એ પણ તમે જ છો.”
અર્જુનને અટ્ટહાસ્ય કર્યું: “વાહ ! ખરૂં કહેવાય.” તેણે તેની કાતિલ નજરોને રવિનાના પેટ ઉપર નોંધતા કહ્યું: “ હવે તો મારૂં કઇ છે નહીં ને ?” અર્જુને તેના પેટ તરફ હાથનો ઇશારો કરતા કહ્યું “હું આખ્ખેઆખ્ખી તમારી જ છું ને ?” રવિનાએ વાતને વળાંક આપી દીધો. પ્રતિભાવમાં અર્જુનનાં ભવા ખેંચાયા. ચહેરા ઉપર કટાક્ષભર્યું સ્મિત ફરકયુ અને હોઠોમાંથી ધાણીફુટ શબ્દો: “ આ શબ્દો અગાઉ કેટલા મર્દોને કહી ચૂકી છો ? મારો નંબર કેટલામો ?” જવાબમાં રવિનાથી એક ડૂસકુ મુકાઇ ગયું ઃ “તમે મને એવી છોકરી ન ધારો. હા, હૃદયના કોઇ ખૂણે કોઇ અજનબીની તસવીર મેં જડી રાખી હશે પણ જયારથી તમે મારા જીવનમાં આવ્યા છો, ત્યારથી મેં તનમનથી તમને જ….”
“બસ… બસ…. બસ…. સ્ટોપ યોર ડ્રામા. સાલી નાટકબાજ. મને તેં ફસાવ્યો છે એવી જ રીતે તેં ઘણાને ફસાવ્યા હશે. પછી, પૈસા પડાવીને એને રઝળતા મૂકી દીધા હશે. આ તો ભૂવન સાહેબે તારો ભાંડો ફોડી નાખ્યો એટલે પ્રેમની પૂજારણ બની ગઇ…શરમ આવવી જાઇએ શરમ ! અમે તને કેમ રાખી અને તે પ્રેગનેન્ટ બની ગઇ હોવાનું તરકટ રચ્યું ? લ્યાનત છે તને…” ત્યાં જ રવિના તેના પગ પકડીને ઢગલો થઇ ગઇ: “હા, મેં એક બહાનુ ઉપજાવી કાઢયું કારણ ? કારણ કે હવે તમારી સિવાય કોઇ મારી જિંદગીમાં…” પણ ત્યાં જ અર્જુને પલંગ નીચેથી પગ ઉપર ખેંચી લઇ તેને હડસેલો માર્યો. એ હડસેલાઇ ગઇ. અર્જુન કંઇક આગળ બોલે એ પહેલા બહાર દરવાજા ખૂલવાનો અવાજ આવ્યો અને રવિના આંખો લૂછતી લૂછતી બહાર નીકળીને રસોડામાં ચાલી ગઇ….
—-
સાંજનું આથમતું અજવાળું. પોતાની પાંખમાં બેસાડેલું અંધારૂ અવનિ ઉપર છુટ્ટુ મૂકી ડુંગર પાછળ જતું રહ્યું અને અંધારૂ ધીમે ધીમે પોતાના આકાર મોટો કરવા મથવા લાગ્યુ, રોડ ઉપર ઊભો રહી કયારનોય લિફટ માંગતો દગડુ પાછળ રહી ગયેલા ‘ઘર’, ‘બાળકો’ અને ખાંસતી માના વિચારે પાછો પડી રહ્યો હતો. તેના મનચક્ષુ આગળ આ બધાના ચહેરા વારાફરતી તરવરી રહ્યા હતા. તેણે આખરે એક નિર્ણય કરીને ખિસ્સામાંથી મોબાઈલ કાઢયો અને પુરાની બસ્તીમાં ઓટલે બેસીને આખા મલકની સી.આઇ.ડી. કરતા લચ્છુને ફોન લગાડયો.
“દગડુ બોલ રહા હું લા.” દગડુએ આગળની
પૃચ્છા કરતા કહ્યું “વો… હાલચાલ કયા હૈ ?”
“ તુમ કહાં પર હો ?” લચ્છુએ ઉત્કંઠાથી પૂછયુ ઃ “ તેરે ઘર મેં આજકાલ કયા ચલ રહા હૈ પતા હૈ તુઝે ?” “આજ સુબહ હી આયા ઔર ભાગ કે પીછે ખેતો વાલે રસ્તે સે નીકલ જાના પડા… લેકીન હુઆ કયાં હૈ ?”
“મૈને તો દોપહર જાના કિ દો તીન પૂલીસવાલે આયે થે તેરી બીબી કી બડી પૂછતાછ કર રહે થે.”
“ઉસ સાલ્લેને ફિર કયાં કારવાઇ કી ? બતા…. બતા.”
“વો તો ચલ ગયે લેકીન તેરી માં કી તબિયત….”
“ઠીક હૈ. રખ્ખ. મૈં આ જાતા હું. અગર કોઇ હલચલ હોતો મુઝે ખબર કરના.”
“લેકિન પૂલીસ અબ કયા ઢુંઢને આઇ થી ? પીછલે કેસ મેં સે તો તુમ-”
“યે નઇ કહાની હૈ પર યે સબ છોડ મેરી માં કો મિલને કે લિયે આના પડેગા.” એને તેણે ફોન મૂકી દીધો અને તે પાછો ફર્યો.
અંધારાનો પાલવ હવે ફરફરવા લાગ્યો હતો પણ આ તો તેનો કાયમી પરિચિત રસ્તો હતો. બે ’ક ડગલાં ભર્યા પછી તેને યાદ આવ્યું. એભલને ફરી ફોન કર્યો તો એભલ તેના ફોનના રડારમાં પકડાઇ ગયો. પેલાએ “હલ્લો” કહ્યુંં એ ભેળી તો ચાર પાંચ ગાળ ચોપડી જ દીધી અને પછી કહ્યું ઃ “પોલીસને ખબર પડી ગઇ છે. તુ પેલીને ભગાડ, ગમે એમ કર નહીંતર આપણા બન્નેનું આવી પડશે.”
“હું પેલીને ભગાડવા જ જાઉ છું પણ તેનો ફોન સ્વિચ ઓફ આવે છે. સાલ્લી, એ પણ પોલીસ સાથે ભળી ગઇ હોય એમ લાગે છે.”
જવાબમાં દગડુએ બેચાર ગાળ ઔર દઇ દીધી “ તું તો મરેગા લેકીન મુજકો ભી મરવાયેગા. યે તેરી પરી મુઝકો મીઠી છૂરી લગતી હૈ. હમારા ગલા કટવાયેગી આજ તું ગમે તેમ કર પણ પેલીને લઇને ભાગી નીકળી વરના… હમારા કયા હોગા ? પૂલીસ મેરે ઘર તક આ ગઇ હૈ..” તુમ ચિંતા મત કરના મૈ રવિના કો ભગા કર લે જાઉગા…”
આમ તો એભલ રવિનાને દિલોજાનથી ચાહતો હતો. ટકલુ બોસ ભલે રવિનાનો ધંધાકીય રીતે ગમે ત્યાં ઉપયોગ કરતો હતો પણ એભલ એને ફેફસા ફાડીને પ્રેમ કરતો હતો અને ટકલુ બોસને પણ ખબર હતી. પણ રવિના ગમે ત્યાં બખૂબી કામ પાર પાડતી હતી. એણે હનીટ્રેપના બે કામ જંગી રકમ મેળવીને પાર પાડયા હતા. અજ રીતે ઇમોશનલ બ્લેકમેઇલીંગ અને લિફટના બહાને પહાડી ઇલાકામાં ચાર વખત માલેતુજાર નબીરાઓને ખંખેર્યા હતા એ એવા શિકાર કરતી જેને આબરૂનો ડર રહેતો હોય. તે સોશિયલ મીડિયા ઉપર ભળતા નામે પોતાની સાઇટ અને એશ.બી. પેજ બનાવતી અને કરોળિયા જેવી જાળ રચી પેલાને લાગમાં લઇ લેતી. હનીટ્રેપમાં તો તેને સારો એવો દલ્લો હાથ લાગ્યો હતો. હનીટ્રેપના બહાને તેને કોઇ પુરૂષની સાથે ઇન્ટીમેન્ટ થવું પડતું પણ હજી સુધી કોઇની સાથે તેણે શારીરિક મર્યાદા ઓળંગી નહોતી. ટકલુ બોસે તો એ માટે સ્પેશ્યલ બોનસ અને મ્હોં માગી રકમ આપવાનું કહેલુ પણ તેણે ટકલુ બોસને ચોખ્ખી ના પાડી હતી. એભલ એની પાછળ લાળ પાડતો પણ એભલને તેણે વચન આપ્યું હતું કે જયારે તે બન્નેના લગ્ન થશે ત્યાર પછી જ પોતાના તન ઉપર એભલનો અધિકાર થશે. ત્યાં સુધી માત્ર થોડીક જ છૂટછાટ મળશે. પણ, અર્જુન સાથે કેમ કરતા મર્યાદા ઓળંગાઇ ગઇ, શરીર કાબુમાં જ ન રહ્યું. કોણ જાણે અર્જુનની સાથે પહેલી જ નજરમાં પ્રેમ થઇ ગયો અને…
તે વિચારમાં સરી પડી. અર્જુન તેને બેહદ પસંદ હતો. અર્જુનના વ્હાલમાં તે નખશિખ ભીંજાઇ ગઇ હતી. અર્જુને તેને સ્વર્ગનું સુખ આપ્યું હતું પણ, એક ભૂલ ?! અચાનક ઘરનો દરવાજા ખખડયો.
કોણ હશે ? તેણે ઘડિયાળમાં જાયું સવારના દસ થવા આવ્યા હતા. અર્જુન તો હજી હમણાં જ ઓફિસે ગયો હતો. અનિતા કોલેજ જતી રહી હતી. દરવાજા બીજીવાર ખખડયો એટલે તે ઊભી થઇ: “કોણ ?” બોલતા બોલતા દરવાજાની કડી અંદરથી ખોલી તો એક દાઢીવાળો માણસ ઊભો હતો.
“કુરિયર વાલા હું.” તે રવિનાને ધારી-ધારીને તાકી રહ્યો. રવિના તેની આંખોને તાકી રહી: “ બોલો…” તેણે પૂછયું: “ શું કામ છે ?”
“મિસ્ટર અર્જુનિસંઘ… અહીંયા રહે છે ને ?”
“જી હા… યહાં હી રહેતે હૈ…” જવાબમાં પેલાએ એક કવર આપ્યું. “કુરિયર મેં આયા હૈ યે લિફાફા દે દેના ઔર આપ કી સાઇન… યા ફીર સાહબ કી સાઇન અંદર હૈ કોઇ ઔર ?”
“નહીં મેરે સિવા કોઇ નહી હૈ…” રવિનાએ કહ્યું એ ભેળા જ પેલો રવિનાને ધક્કો મારીને અંદર આવી ગયો અને નકલી દાઢી મૂછ કાઢી નાખ્યા. રવિના ભડકી ઉઠી: “એભલ, તું ?” જવાબમાં એભલે તેના હોઠ ઉપર હાથ દઇ દીધો અને દાઢી મૂછ પાછાં લગાડી દીધા. ખિસ્સામાંથી એક ચિઠ્ઠી કાઢીને રવિનાના હાથમાં થમાવતા કહ્યું “ સાંજે છ વાગે હું તારી રાહ જાઇશ. ગમે એમ કરીને તું ભાગી છૂટજે નહિંતર તું તારા સારા માટે કહુ છું… સલાવાઇ જઇશ. (ક્રમશઃ)