અર્જુન માથુર છેલ્લે એમેઝોન પ્રાઈમના પોપ્યુલર શો ‘મેડ ઈન ઈÂન્ડયા’માં જાવા મળ્યો હતો. એક્ટર્સ હંમેશા તેમની પ્રોફેશનલ લાઈફ કરતાં તેમની અંગત જિંદગીને કારણે વધુ ચર્ચામાં રહે છે. ૨૦૧૦માં અર્જુન માથુરે સિમરિત માલ્હી સાથે લગ્ન કર્યા હતા. લગભગ બે વર્ષ સાથે વિતાવ્યા પછી, અર્જુન અને સિમરતે અલગ થવાનો નિર્ણય કર્યો અને વર્ષ ૨૦૧૨ માં છૂટાછેડા લીધા. અને લગ્નના ૧૨ વર્ષ બાદ અભિનેતાએ તેની ગર્લફ્રેન્ડ સાથે ગુપ્ત રીતે લગ્ન કરી લીધા છે.
અર્જુન માથુર, જેણે તેની લાંબા ગાળાની ગર્લફ્રેન્ડ ટિયા તેજપાલ સાથે લગ્ન કર્યા છે, તેણે હજી સુધી તેના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ચિત્રો અથવા અપડેટ્‌સ શેર કર્યા નથી. જાકે, તેમના લગ્નની એક તસવીર રેડિટ પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં ટિયા પીળા અને કેસરી રંગની સાડી પહેરેલી જાઈ શકાય છે, જ્યારે અર્જુન લાલ રંગનો કુર્તા પાયજામા પહેરેલો જાવા મળે છે. આ દંપતીને તેમના ગળામાં માળા પહેરેલા જાઈ શકાય છે અને એકબીજા સામે હસતા જાવા મળે છે.
અર્જુન માથુરની ગર્લફ્રેન્ડ ટિયા તેજપાલ હવે તેની બીજી પત્ની બની ગઈ છે. આવી સ્થિતિમાં લોકોના મનમાં એક જ સવાલ છે કે અભિનેતાએ કોની સાથે લગ્ન કર્યા છે? તમને જણાવી દઈએ કે ટિયા તેજપાલ એક ફેમસ પ્રોડક્શન ડિઝાઈનર છે અને તેણે ‘લાઈફ ઓફ પાઈ’, ‘રમન રાઘવ’ અને ઘણી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે. બીજી તરફ, બોલિવૂડના સૌથી લોકપ્રિય અભિનેતા અર્જુને ઝોયા અખ્તરની ફિલ્મ ‘મેડ ઇન હેવન’માં ગે બોય કરણ મહેરાની ભૂમિકા ભજવી હતી. આ રોલ માટે તેને ઘણી પ્રશંસા પણ મળી હતી.
અભિનેતા અર્જુન માથુરે ૨૦૨૦ માં ટિયા તેજપાલ સાથેના તેના સંબંધો વિશે સત્તાવાર જાહેરાત કરતી એક તસવીર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી અને ત્યારથી બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. ૧૪ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ હવે તેઓ ઓક્ટોબર ૨૦૨૪માં લગ્ન કરી રહ્યાં છે. અર્જુને ૨૦૧૦ માં સિમરિત માલ્હી સાથે લગ્ન કર્યા, બે વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા.