રાષ્ટ્રસંત ગુરુદેવ નમ્રમુનિ મહારાજની પ્રેરણાથી અર્હમ યુવા સેવા ગ્રુપ દ્વારા લાઠીના પારસધામ ખાતે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રુપના સભ્યો અને દાતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્બોધન કરતાં ગ્રુપના સભ્યોએ જણાવ્યું હતું કે લાઠીમાં આરોગ્ય ક્ષેત્રે એક વધુ સુવિધા આપવા બદલ દાતાઓ દિલેશભાઈ ભાયાણી, અનિલભાઈ ભાયાણી, મનીષભાઈ કામાણી અને ભાવિનભાઈ ભાયાણી સહિતનાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.