જાફરાબાદ તાલુકાના તમામ ટીબીના દર્દીઓને અલ્ટ્રાટેક સિમેન્ટ દ્વારા પોષણયુક્ત કિટ વિતરણ કરવામાં આવી હતી. દેશમાં ચાલી રહેલ ટીબી મુક્ત ભારત અંતર્ગત દર મહિને પોષણ કિટ આપવામાં આવે છે. તાલુકા હેલ્થ ઓફિસર ડો. ટાંકના માર્ગદર્શન મુજબ આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીમાંથી વિનીત રાણા, મેડિકલ ઓફિસર ડો. કિંજલકુમાર ગજ્જર, સી.એચ.આર. લાલજી ગજ્જર અને સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઈઝર સંદિપભાઈ જાષીએ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભારે જહેમત ઉઠાવી હતી.