દક્ષિણના સુપરસ્ટાર અલ્લુ અર્જુન હાલમાં તેની બ્લોકબસ્ટર ફિલ્મ ‘પુષ્પા ૨ ધ રૂલ’ ની જંગી સફળતાની ઉજવણી કરી રહ્યા છે. દરમિયાન, અભિનેતા હવે તેની આગામી ફિલ્મો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે. હવે તેની પાસે એટલી, ત્રિવિક્રમ શ્રીનિવાસ અને સંદીપ રેડ્ડી વાંગા સાથે ફિલ્મો છે. શરૂઆતમાં અલ્લુ અર્જુને ત્રિવિક્રમની ફિલ્મ શરૂ કરવાની યોજના બનાવી હતી પરંતુ હવે તેણે પોતાનો વિચાર બદલી નાખ્યો છે અને એટલીના પ્રોજેક્ટને પ્રાથમિકતા આપી છે.
અલ્લુ અર્જુન છેલ્લા કેટલાક દિવસોથી ભારતથી દૂર છે. છેલ્લા કેટલાક દિવસોથી, ચાહકો અને દશર્કાે વિચારી રહ્યા હતા કે તે રજા પર છે, પરંતુ એવું નથી. આ અભિનેતા રજાઓ ગાળવા માટે નહીં પરંતુ ખાસ તાલીમ માટે વિદેશ ગયો છે. આ વાતનો ખુલાસો અભિનેતાના નજીકના સહયોગી અને ‘ટંડેલ’ના નિમાર્તા બાની વાસ દ્વારા કરવામાં આવ્યો છે. હકીકતમાં, તેમણે ‘ચાવા’ ના તેલુગુ પ્રમોશન દરમિયાન અલ્લુ અર્જુનને તાલીમ લેવાની માહિતી શેર કરી.
બન્ની વાસે કહ્યું, ‘અલ્લુ અર્જુન ગારુ એક મહિનાની તાલીમ માટે ગયો હતો. બન્ની ગારુ હંમેશા પોતાના ફ્રી સમયમાં અભિનય અને કલા સંબંધિત અન્ય ક્ષેત્રો વિશે સંશોધન કરે છે. આ અંતર્ગત, તેમણે છેલ્લા એક મહિનાથી એક વેલનેસ સેન્ટરમાં તાલીમ લીધી અને આજે શહેરમાં પહોંચ્યા. હું હજુ સુધી તેમને મળ્યો નથી, પરંતુ તેમની ટીમ ટૂંક સમયમાં તેમના આગામી પ્રોજેક્ટ વિશે અપડેટ આપશે.
અહેવાલો અનુસાર, અલ્લુ અર્જુન એટલીની આગામી ફિલ્મમાં એક યોદ્ધાની ભૂમિકા ભજવશે, જે ૬૦૦ કરોડ રૂપિયાના બજેટમાં બની રહી છે. તે જ સમયે, ચાહકો હવે માને છે કે શું અલ્લુ અર્જુનની ખાસ તાલીમ એટલીના આગામી પ્રોજેક્ટનો એક ભાગ હતી? જોકે, આ સંદભર્માં સત્તાવાર માહિતીની રાહ જાવાઈ રહી છે. સન પિક્ચર્સ આ મોટી ફિલ્મનું નિર્માણ કરી રહ્યું હોવાનું કહેવાય છે.