અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા ૨ રિલીઝ થઈ છે અને સાથે જ એક મોટી દુર્ઘટના સર્જાઈ ગઈ છે. ફિલ્મના પ્રીમિયર દરમિયાન થિયેટરમાં અલ્લુ અર્જુન પહોંચ્યો હતો. અલ્લુ અર્જુનને મળવા માટે થિયેટરમાં નાસભાગ મચી ગઈ. ભીડને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો અને આ ઘટનામાં એક મહિલાનું મોત થયું અને ત્રણ લોકો ઘાયલ થયા હોવાનું સામે આવ્યું છે.
આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર હૈદરાબાદના સંધ્યા થિયેટરમાં પુષ્પા ૨ ના સ્ક્રિનિંગ માટે અલ્લુ અર્જુન પણ પહોંચ્યો હતો. અલ્લુ અર્જુન ને જાઈને ચાહકોમાં તેને મળવા માટે હડકંપ મચી ગયો. બધા જ લોકો અલ્લુ અર્જુન ને મળવા માટે દોડધામ કરવા લાગ્યા. ભીડ ને કંટ્રોલ કરવા માટે પોલીસે લાઠી ચાર્જ કરવો પડ્યો. આ નાસભાગમાં એક મહિલાનું મોત થયું છે અને ત્રણ લોકો ઘાયલ થઈ ગયા છે.
સોશિયલ મીડિયા પર એક વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે જેમાં એક બાળક જે પુષ્પા ૨ નું પ્રીમિયર જાવા આવ્યો હતો તે દોડધામના કારણે બેભાન થઈ ગયો. તેના પરિજનો તેને તેડીને બહાર જતાં જાવા મળે છે. પોલીસ આ વ્યક્તિની મદદ પણ કરે છે. વીડિયોમાં જાઈ શકાય છે કે બાળકોના પરિજન તેને ષ્ઠpિ આપી રહ્યા છે. સામે એવું પણ આવ્યું છે કે આ બાળકની કન્ડીશન પણ ક્રિટિકલ છે.
પુષ્પા ૨ ના પ્રીમિયર દરમિયાન થયેલી નાસભાગમાં એક મહિલાનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. ઘાયલ થયેલા લોકોને પોલીસે નજીકની હોસ્પિટલમાં દાખલ કરાવ્યા છે. મૃતક મહિલાની ઓળખ થઈ શકી નથી.