આજે બુધવારે ભારતીય શેરબજાર મોટા ઉછાળા સાથે બંધ થયું. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ આજે ૦.૬૫ ટકા અથવા ૫૨૦ પોઈન્ટના વધારા સાથે ૮૦,૧૧૬ પર બંધ થયો. બજાર બંધ થવાના સમયે, સેન્સેક્સના ૩૦ શેરોમાંથી, ૨૪ શેર લીલા રંગમાં અને ૬ શેર લાલ રંગમાં બંધ થયા હતા. તે જ સમયે, નેશનલ સ્ટોક એક્સચેન્જ ઇન્ડેક્સ નિફ્ટી આજે ૦.૬૭ ટકા અથવા ૧૬૧ પોઈન્ટના વધારા સાથે ૨૪,૩૨૮ પર બંધ થયો. આજે દ્ગજીઈ પર ટ્રેડ થયેલા ૨૯૩૧ શેરોમાંથી ૧૫૧૬ શેર લીલા રંગમાં, ૧૩૪૦ શેર લાલ રંગમાં અને ૭૫ શેર કોઈ ફેરફાર વગર બંધ થયા.
આજે સેન્સેક્સ શેરોમાં આઇટી શેર ટોચ પર હતા. એચસીએલ ટેકમાં ૭.૭૨ ટકા, ટેક મહિન્દ્રામાં ૪.૬૩ ટકા, ટાટા મોટર્સમાં ૪.૫૯ ટકા, ઇન્ફોસિસમાં ૩.૬૯ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં ૩.૫૬ ટકા અને ટીસીએસમાં ૨.૮૪ ટકાનો મહત્તમ વધારો નોંધાયો હતો. તે જ સમયે, કોટક બેંકમાં ૨.૦૭ ટકા,એચડીએફસી બેંકમાં ૧.૯૮ ટકા, એસબીઆઇમાં ૧.૧૧ ટકા, એÂક્સસ બેંકમાં ૦.૮૭ ટકા,આઇટીસીમાં ૦.૬૮ ટકા અને અલ્ટ્રાટેક સિમેન્ટમાં ૦.૧૦ ટકાનો મહત્તમ ઘટાડો નોંધાયો હતો.
ક્ષેત્રીય સૂચકાંકોની વાત કરીએ તો, આજે નિફ્ટી આઈટીમાં સૌથી વધુ ૪.૩૩ ટકાનો વધારો નોંધાયો હતો. આ પછી, નિફ્ટી મિડસ્મોલ આઇટી એન્ડ ટેલિકોમમાં ૨.૭૭ ટકાનો વધારો થયો. આ ઉપરાંત, નિફ્ટી ઓટો ૨.૪૨ ટકા, નિફ્ટી એફએમસીજી ૦.૫૫ ટકા, નિફ્ટી મેટલ ૦.૭૬ ટકા, નિફ્ટી ફાર્મા ૧.૩૯ ટકા, નિફ્ટી રિયલ્ટી ૧.૧૬ ટકા, નિફ્ટી હેલ્થકેર ઇન્ડેક્સ ૧.૩૩ ટકા, નિફ્ટી ઓઇલ એન્ડ ગેસ ૦.૧૬ ટકા, નિફ્ટી મિડસ્મોલ હેલ્થકેર ૦.૭૫ ટકા અને નિફ્ટી મિડસ્મોલ ફાઇનાન્સીયલ સર્વિસિસ ૦.૮૪ ટકા વધ્યા હતા. આ ઉપરાંત, નિફ્ટી ફાઇનાન્સીયલ સર્વિસીસ ૦.૨૭ ટકા, નિફ્ટી મીડિયા ૦.૧૦ ટકા, નિફ્ટી પીએસયુ બેંક ૦.૫૬ ટકા, નિફ્ટી પ્રાઇવેટ બેંક ૦.૮૧ ટકા, નિફ્ટી કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ૧.૦૧ ટકા ઘટ્યા હતા.