ભારતીય પ્રૌદ્યોગિકી સંસ્થાન (આઈ.આઈ.ટી.) ગાંધીનગર ખાતે તા. ૩૦ ડિસેમ્બર ૨૦૨૪થી ૩ જાન્યુઆરી ૨૦૨૫ દરમિયાન સર્જનાત્મક શિક્ષણ કેન્દ્ર દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો વર્કશોપ યોજાયો હતો. આ વર્કશોપમાં દેશભરમાંથી ૧૮૦ શિક્ષકોએ ભાગ લીધો હતો. અમરેલી જિલ્લાના ધારી તાલુકાની ગોપાલગ્રામ કન્યા શાળાના ગણિત-વિજ્ઞાનના શિક્ષક દેવેનકુમાર નટવરલાલ ભટ્ટે આ રાષ્ટ્રીય કક્ષાના વર્કશોપમાં ભાગ લઈને તાલુકાનું નામ રોશન કર્યું હતું. વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ ધોરણ ૫થી ૮ના વિદ્યાર્થીઓને વિજ્ઞાનના સિદ્ધાંતો સરળતાથી સમજાવવા માટે રમકડાં આધારિત શિક્ષણ કાર્ય, પેપર કટિંગની પ્રવૃત્તિઓ અને ગણિતના કોયડા ઉકેલવાની પદ્ધતિઓ શીખવવાનો હતો. મનીષ જૈનના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ વર્કશોપમાં જય ઠક્કર, શિલ્પા બેન, વિક્રમ ભાઇ, બિજેન્દ્ર ભાઇ અને અદિતિ બેન શિક્ષકોને મૂલ્યવાન માહિતી આપી હતી.