પાંચમી સપ્ટેમ્બર ગુરૂવારે “શિક્ષક દિને” ૭૭મા થર્સ-ડે થોર્ટ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ કાનજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રનું ભવિષ્ય વર્ગખંડમાં ઘડાય છે. શિક્ષણના કેન્દ્રમાં શિક્ષક છે. શિક્ષણએ સતત ચાલતી સામાજિક પ્રક્રિયા છે. મૂલ્યો વગરનું શિક્ષણ માત્ર અક્ષરજ્ઞાન છે. જે જીવનના પડકારો સામે નાપાસ થાય છે. દેશના તમામ સળગતા પ્રશ્નોનો ઉકેલ આખરે વર્ગખંડમાંથી મળે તેમ છે. સાર્વજનિક યુનિવર્સીટી સુરતના પૂર્વપ્રમુખ, SRK નોલેજ ફાઉન્ડેશન પ્રેસિડેન્ટ તથા ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ તથા શિક્ષણ, ઉર્જા અને પર્યાવરણ ક્ષેત્રે જેમનું નોંધનીય યોગદાન છે તેવા કમલેશભાઈ યાજ્ઞિકએ શિક્ષણનું ભવિષ્ય અને ભવિષ્યનું શિક્ષણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. તેમણે જણાવ્યું કે, આગળ વધવા માટે સતત શીખતા રહેવું તે એકમાત્ર ઉપાય છે. છૈં ટેકનોલોજીથી બાળકો પોતાની જાતે શીખશે અને નવી સ્કીલનું ડેવલોપમેન્ટ પણ ટેકનોલોજીની મદદથી જાતે કરી શકશે. રાષ્ટ્રના ભવિષ્યનો આધાર શિક્ષણ વ્યવસ્થા પર રહેલો છે.