ગુજરાતમાં આગામી બે દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં ભારેથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. અરબી સમુદ્રથી પસાર થતી સિસ્ટમની અસરના પગલે વરસાદની આગાહી કરવામાં આવી છે. નર્મદા,તાપી,સુરત,નવસારી,ડાંગ,વલસાડ,દમણ,દાદરાનગર હવેલી,અમરેલી,ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાતમાં ચોમાસાએ વિદાય લીધી છે તો બીજી બાજુ માવઠાનું જાર વધી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે વરસાદ વરસ્યો હતો. ગુજરાતના કેટલાક વિસ્તારોમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી સામાન્ય વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હાલ રાજ્યમાં કન્વેકટીવ એકટીવિટીના કારણે રાજ્યના અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી આપવામાં આવી છે. આના કારણે ગુજરાતમાં પાંચ દિવસ સુધી કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં શુક્રવારે લઘુતમ તાપમાન ૨૫.૪ નોંધાયું જે સામાન્ય ૪.૫ ડિગ્રી વધુ છે. મહત્તમ તાપમાન ૩૭.૪ જે સામાન્ય તાપમાન કરતા ૧.૦૫ ડિગ્રી વધુ તાપમાન નોંધાયું છે. અમદાવાદ શહેરમાં વાદયછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે.
મધ્ય ગુજરાતના ચાર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. વડોદરા, પંચમહાલ, દાહોદ અને છોટા ઉદેપુરમાં વરસાદ વરસી શકે છે. દક્ષિણ ગુજરાતના સાત જિલ્લાના કેટલાક સ્થળો પર આજે વરસાદ વરસી શકે છે. ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારોમાં આજે હવામાન વિભાગે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો પ્રવાસન સ્થળ દીવમાં પણ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.
અમદાવાદ શહેરમાં બપોરે એકાએક વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો હતો અને વિજળીના કડાકા સાથે વરસાદ તુટી પડયો હતો.વિજળીના કડાકા એટલા હતાં કે નાના બાળકો અને મહિલાઓ ડરી ગઇ હતી
ચોમાસાની સિઝનમાં રાજ્યના જળાશયો કેટલા ઓવરફ્લો થયા તેની વાત કરીએ તો રાજ્યના ૨૦૭ પૈકી ૧૩૯ જળાશયો ઓવરફ્લો થયા છે. કચ્છ-સૌરાષ્ટ્રના ૧૦૬ ડેમ, મધ્ય ગુજરાતના ૧૫ ડેમ છલોછલ ભરાઇ ચૂક્યા છે, જ્યારે દક્ષિણ ગુજરાતના ૧૨ અને ઉત્તર ગુજરાતના છ ડેમ સંપૂર્ણ ભરાયેલા છે. હાઈએલર્ટ,એલર્ટ અને વોર્નિંગ પર રાજ્યના ૧૮૫ જળાશયો ૯૦ ટકાથી વધુ ભરાયેલા ૧૬૩ ડેમ હાઈએલર્ટ, જ્યારે ૮૦થી ૯૦ ટકા ભરાયેલા ૧૦ ડેમ એલર્ટ પર છે. તો ૭૦થી ૮૦ ટકા ભરાયેલા ૧૨ ડેમ વો‹નગ પર છે.