એક તરફ, પશ્ચિમ હિમાલય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં વરસાદી માહોલ જામી રહ્યો છે, તો બીજી તરફ, ગુજરાતમાં ભારે ગરમી નો સામનો કરવો પડશે. હવામાન વિભાગે ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ જારી કર્યું છે. હવામાન વિભાગનું કહેવું છે કે આગામી ૨-૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં મહત્તમ તાપમાન ૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨-૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં ગરમીનો પારો ઊંચો જાય તેવી શક્્યતા છે. ૧૬ માર્ચે સૌરાષ્ટ્રના કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગરમીનું મોજું જાવા મળી શકે છે. હવામાન વિભાગે આ ત્રણેય દિવસ માટે યલો એલર્ટ જારી કર્યું છે.
આઇએમડી મુજબ, આગામી ૨-૩ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ ભાગોમાં મહત્તમ તાપમાન ૩૯-૪૧ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. આ કારણે આ વિસ્તારોમાં ગરમીનું મોજું આવવાની શક્્યતા છે. આના કારણે, ૧૫ માર્ચથી ૧૯ માર્ચ દરમિયાન દક્ષિણ ગુજરાત પ્રદેશમાં, ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ ??અને ભેજવાળા પવનો ફૂંકાય તેવી શક્્યતા છે. જેના કારણે લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે.
દેશના અન્ય ભાગોની વાત કરીએ તો, ઓડિશામાં ૧૭ થી ૧૯ માર્ચ દરમિયાન ગરમીનું મોજું રહેવાની શક્્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ૧૭ થી ૧૮ માર્ચ દરમિયાન આકરી ગરમી પડવાની શક્્યતા છે.