બંધારણનાં ઘડવૈયા અને ભારત રત્ન બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી નિમિત્તે અમરેલી શહેર અને જિલ્લાભરમાં ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. રવિવારનાં રોજ બાળકો માટે વકતૃત્વ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધાનું પણ આયોજન કરાયું હતું. તા.૪ એપ્રિલથી જિલ્લાનાં દરેક ગામોમાં ભીમ જ્યોતિ ક્રાંતિ યાત્રા સંઘ સાથે યાત્રા કરી રહી હતી. આજે સવારે અમરેલી શહેરમાં ભીમ જ્યોત ક્રાંતિ યાત્રા પ્રવેશ કરશે. અને હજારો સમતાદળનાં સૈનિકો સાથે શહેરના મુખ્ય માર્ગો પર મહારેલી યોજાશે. બાબા સાહેબનાં જન્મ દિવસ નિમિત્તે ૧૦૦ કિલો ફૂલથી મહારેલીનું સ્વાગત કર્યા બાદ રપ હજાર ફટાકડા ફોડી રપ કિલોની કેક કાપવામાં આવશે. શહેરનાં વિવિધ વિસ્તારોમાં બાબા સાહેબની પ્રતિમાને ફૂલહાર કરી જીમખાના ગ્રાઉન્ડમાં સભા તથા સમૂહભોજનનો કાર્યક્રમ યોજાશે.