આજે લોકસભામાં વકફ સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું. કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ તેની રજૂઆત કરી હતી. અગાઉ, આપ સાંસદ સંજય સિંહે બિલ અંગે ભાજપ પર પ્રહારો કર્યા હતા. તે કહે છે કે આજે તે વકફની જમીનો કબજે કરશે અને તેના મિત્રોને આપી દેશે. આવતીકાલે તેઓ મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચની જમીનો કબજે કરશે અને તે તેમના મિત્રોને આપી દેશે.
વકફ (સુધારા) બિલ પર,આપ સાંસદ સંજય સિંહે કહ્યું, “આ દેશના લોકોએ સાવધ રહેવું જાઈએ. ભારતીય જનતા પાર્ટીએ દેશમાં ખૂબ મોટી પહેલ શરૂ કરી છે. આજે તેઓ વકફની જમીનો કબજે કરશે અને તેમના મિત્રોને આપશે. કાલે તેઓ મંદિરો, ગુરુદ્વારા અને ચર્ચોની જમીનો કબજે કરશે અને તેમના મિત્રોને આપશે. આ વલણ અટકવાનું નથી. અને તેમનો બીજા હેતુ વાસ્તવિક મુદ્દાઓ – બેરોજગારી, મોંઘવારી, નિરક્ષરતા વગેરેથી ધ્યાન હટાવવાનો અને દેશમાં રમખાણો કરાવવાનો પ્રયાસ કરવાનો છે.”
વકફ સુધારા બિલ અંગે ઓલ ઈનડીયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના પ્રવક્તા ડા. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે કહ્યું, “જા આ બિલ સંસદમાં પસાર થશે, તો અમે તેની વિરુદ્ધ દેશવ્યાપી આંદોલન શરૂ કરીશું. અમે શાંત બેસીશું નહીં. અમે અમારી પાસે ઉપલબ્ધ તમામ કાનૂની અને બંધારણીય જાગવાઈઓનો ઉપયોગ કરીશું. જ્યાં સુધી પ્રસ્તાવિત સુધારા પાછા ખેંચવામાં ન આવે ત્યાં સુધી અમે શાંતિપૂર્ણ આંદોલન કરીશું.”
એઆઇએમપીએલબીના પ્રવક્તા ડા. સૈયદ કાસિમ રસૂલ ઇલ્યાસે જણાવ્યું હતું કે, “આ બિલ ભેદભાવપૂર્ણ અને સાંપ્રદાયિકતાથી પ્રેરિત છે. દુઃખદ છે કે જેપીસીમાં વિપક્ષી સભ્યોના મંતવ્યો પણ ધ્યાનમાં લેવામાં આવ્યા ન હતા.