સાવરકુંડલામાં કબીર ટેકરી ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠક આજરોજ યોજાશે. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય મંત્રી ગુજરાત પ્રદેશ અધ્યક્ષ રણછોડભાઈ ભરવાડ ખાસ ઉપસ્થિત રહેશે.
આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદની બેઠકમાં સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ડો.ગજેરા, સૌરાષ્ટ્ર પ્રાંત સંગઠન મહામંત્રી નિર્મળભાઈ ખુમાણ, સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી છાત્ર પરિષદના પ્રાંત ઉપાધ્યક્ષ મનસુખભાઈ રૈયાણી, ડો. કિરીટભાઈ દેસાણી, ઈન્ડિયા હેલ્પલાઇન પ્રાંત પ્રમુખ સુરેશભાઈ સોલંકી, રાષ્ટ્રીય બજરંગ દળના પ્રમુખ દિલીપભાઈ બામટા, અમરેલી જિલ્લા પ્રમુખ આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ જિલ્લા મહામંત્રી મહેશભાઈ સોલંકી વિગેરે આગેવાનો ઉપસ્થિત રહેશે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદનું સંગઠન મજબૂત થાય એવા પ્રયાસો કરવામાં આવશે. અમરેલી જિલ્લાના વિવિધ તાલુકાની સમિતી તેમજ ગ્રામ્ય સમિતીની કામગીરી પુરી કરવામાં આવી છે. હનુમાન ચાલીસા કેન્દ્ર ખોલવાનું આયોજન કરવામાં આવ્યું છે. હિન્દુ સમાજ સંગઠીત થાય એવા શુભ આશયથી જનસંપર્ક અભિયાન શરૂ કરવામાં આવશે. રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણભાઇ તોગડીયા આ જિલ્લાના હોવાથી અમરેલી જિલ્લાનું વિશેષ મહત્વ છે. આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દળ, રાષ્ટ્રીય મહિલા પરિષદ સહિતની સંસ્થાઓ જોડાશે.