૨૬ વર્ષીય વિકેટકીપર-બેટ્સમેન આઝમ ખાન હાલમાં પાકિસ્તાન સુપર લીગમાં ઇસ્લામાબાદ યુનાઇટેડ તરફથી રમી રહ્યો છે. જ્યાં ચાર મેચમાં તેના બેટમાંથી કોઈ મોટી ઇનિંગ્સ જાવા મળી નથી. તેમની ફિટનેસની પણ સમયાંતરે ટીકા થતી રહી છે. કરાચી કિંગ્સ સામેની મેચમાં તે ઓપનર તરીકે મેદાનમાં આવ્યો હતો અને ફક્ત ૩૧ રન બનાવી શક્્યો હતો. આઝમ ખાનને પાકિસ્તાનની ટી ૨૦ વર્લ્ડ કપ ૨૦૨૪ ટીમમાં પણ સામેલ કરવામાં આવ્યો હતો, જ્યારે તે એક દુકાનની બહાર બર્ગર ખાતા જાવા મળ્યો હતો. હવે એક કાર્યક્રમમાં તેમના વિશે બોલતા, ભૂતપૂર્વ પાકિસ્તાની કેપ્ટન યુનિસ ખાને એક મોટું નિવેદન આપ્યું છે.
યુનિસ કાહાએ કહ્યું કે આપણે બધા બર્ગરનો આનંદ માણીએ છીએ. મને પણ એ વાત સમજાય છે પણ પ્રોફેશનલ એથ્લીટ હોવાથી આપણે તેને નિયંત્રિત કરવું પડશે. જા આઝમ ખાન લાંબી અને સફળ કારકિર્દી ઇચ્છે છે, તો તેમના માટે ફિટનેસ મહત્વપૂર્ણ છે. યુનિસે વધુમાં કહ્યું કે આજે આપણે જાઈએ છીએ કે ઝડપી બોલરો આઝમને શોર્ટ પીચ બોલ અને બાઉન્સર ફેંકે છે. તેમણે તેના પર કામ કરવું પડશે. આ જ કાર્યક્રમમાં હાજર રહેલા ખુર્રમ મંજૂરે કહ્યું કે તેમના શરીરનું વજન વધી ગયું છે. આ જ કારણ છે કે તે ધીમો પડી ગયો છે, જ્યારે પણ વજન વધે છે ત્યારે આવું થાય છે. તેમણે પોતાની ફિટનેસ સુધારવી પડશે.
આઝમ ખાન ભૂતપૂર્વ પાકિસ્તાની ખેલાડી મોઈન ખાનનો પુત્ર છે. આઝમે વર્ષ ૨૦૨૧ માં પાકિસ્તાન માટે ્૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ તેણે પાકિસ્તાન માટે ૧૪ ્૨૦ૈં મેચોમાં કુલ ૮૮ રન બનાવ્યા. તેણે પાકિસ્તાન માટે ૩૦ લિસ્ટ-એ મેચ પણ રમી છે, જેમાં તેણે ૫૯૦ રન બનાવ્યા છે.
આઝમ ખાન અત્યાર સુધી તેમની કારકિર્દી દરમિયાન ફિટનેસ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. હાલમાં તે ખરાબ ફોર્મનો સામનો કરી રહ્યો છે. તેમણે પાકિસ્તાન સુપર લીગમાં ક્વેટા ગ્લેડીયેટર્સ અને ઇસ્લામાબાદ યુનાઇટેડ તરફથી ક્રિકેટ રમી છે, જેમાં તેમણે ૧૧૯૧ રન બનાવ્યા છે.