ઉનાનાં આમોદ્રા ગામનાં રહીશ વણકર સમાજનાં ફૌજી જવાન ધીરજભાઇ નારણભાઈ ઉનેવાલ ૨૫ વર્ષ સૈનિક તરીકે નિષ્ઠાપૂર્વક સેવા બજાવી નાયબ સુબેદારનાં પોસ્ટિંગ સાથે નિવૃત્ત થઈ વતન આમોદ્રા પધારતા આમોદ્રા ગામ સમસ્ત અને વણકર સમાજ દ્વારા ભવ્ય સન્માન કરવામાં આવેલ. ગામનાં મુખ્ય માર્ગો ઉપર શોભાયાત્રા નીકળેલ જેમાં ગામનાં આગેવાનો, નિવૃત્ત ફૌજી જવાનો અને સમાજના આગેવાનો સહિત વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે ઉપસ્થિત ગામનાં અગ્રણીઓ અજીતભાઈ મોરી, વિરભણભાઈ મોરી, ગોવિંદભાઇ સોલંકી, ગોપાલભાઈ જાદવ, લલિતભાઈ મોરી, રાજુભાઇ જાદવ, રણધીરભાઈ જાદવ વિગેરેએ ગામ વતી પુષ્પહાર, શાલ અર્પણ કરી ધીરજભાઇનું સન્માન કરેલ. તેમજ નિષ્ઠાપૂર્વકની સેવાઓને બિરદાવી શુભેચ્છાઓ પાઠવેલ.