ગાંધીનગરમાં આરોગ્ય કર્મચારીઓની અનિશ્ચિત મુદતની હડતાળ ૧૧મા દિવસે પણ ચાલુ રહી છે. સરકારે કડક વલણ અપનાવતા ૮ જિલ્લાઓમાંથી ૨૧૦૦ થી વધુ કર્મચારીઓને છૂટા કર્યા છે. વધુમાં, પાંચ હજારથી વધુ કર્મચારીઓને કારણદર્શક નોટિસ જારી કરવામાં આવી છે.
રાજ્યના આરોગ્ય વિભાગે એક હજારથી વધુ કર્મચારીઓ સામે વિભાગીય તપાસનો આદેશ આપ્યો છે. એવો દાવો કરવામાં આવ્યો છે કે વિભાગના અલ્ટીમેટમ પછી કેટલાક કર્મચારીઓ ફરજ પર હાજર થયા છે. આ અંગે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની એક માંગ સ્વીકાર્ય છે અને બાકીની માંગ ગ્રેડ પેમાં સુધારાની છે, જેના પર વિચાર કર્યા વિના વિચારી શકાય નહીં.
ફેડરેશનના પ્રમુખ રણજીતસિંહ મોરીના નેતૃત્વમાં, આરોગ્ય કર્મચારીઓએ મધ્યરાત્રિએ થાળી વગાડીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે કર્મચારીઓને ખાતરી આપી છે કે હડતાળ દરમિયાન સરકાર દ્વારા આપવામાં આવેલી બધી સજાઓ રદ કરવામાં આવશે. આરોગ્ય કર્મચારી સંઘે ચેતવણી આપી છે કે જા સરકાર બે દિવસમાં તેમને વાતચીત માટે નહીં બોલાવે તો રાજ્યભરમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ફેડરેશન દ્વારા તમામ કર્મચારીઓને ગાંધીનગર આવીને હડતાળને ટેકો આપવા અપીલ કરવામાં આવી છે. સત્યાગ્રહ છાવણીમાં આરોગ્ય કર્મચારીઓએ અડગ રહેવાની પ્રતિજ્ઞા લીધી છે.
આરોગ્ય કર્મચારીઓની હડતાળને કારણે આરોગ્ય સેવાઓમાં વિક્ષેપ પડવાના જાખમને ધ્યાનમાં રાખીને, સરકારે એમ્સમા (આવશ્યક સેવાઓ જાળવણી કાયદો) લાગુ કર્યો છે. આ સંદર્ભમાં, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે ગુરુવારે જણાવ્યું હતું કે આરોગ્ય કર્મચારીઓની આ હડતાળ સંપૂર્ણપણે ગેરવાજબી છે. જા કર્મચારીઓ શક્ય તેટલી વહેલી તકે હડતાળ સમાપ્ત નહીં કરે તો સરકાર હવે કડક કાર્યવાહી કરશે.
આરોગ્યકર્મીઓના આંદોલન વચ્ચે સરકાર એક્શનમાં જાવા મળી છે. ગુજરાત સ્ટેટ કંટ્રોલ રૂમ દ્વારા આંદોલનકારીઓને જરૂર પડ્યે અટકાયત કરવા આદેશ આપ્યા છે.ઇએસએમએને લઈ આરોગ્ય વિભાગે નોટિફિકેશન જારી કર્યુ હતું. હવે હડતાળ કરતા આરોગ્યકર્મીઓ સામે સરકાર દ્વારા સખ્ત કાર્યવાહી કરવામાં આવશે.
સાબરકાંઠા જીલ્લામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળ મામલે જિલ્લાના ૭૦૦ જેટલા આરોગ્ય કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા હતા. પડતર માંગણીઓને લઈ અચોક્ક્‌સ મુદતની હડતાળ પર ઉતર્યા હતા. હડતાળમાં જાડાયેલા ૪૦૬ આરોગ્ય કર્મીઓને ટર્મિનેટ કરાયા છે. ૫૫ કર્મચારીઓને આરોપનામું પણ આપવામાં આવ્યું હતું. ગુજરાતના તમામ જિલ્લાઓમાં સરકારે પગલાં લીધા હોવાનું સામે આવ્યું હતું.