લીલીયા મોટા સ્ટેશન રોડ પર સર્કિટ હાઉસ સામે વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાના પ્રયત્નોથી આવનાર તારીખ ૧૧/૪/૨૦૨૫ના રોજ સવારના ૯ઃ૩૦ કલાકે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવી તેમજ વિસ્તારના સાંસદ ભરતભાઈ સુતરીયાના વરદ હસ્તે બસ સ્ટેન્ડનો ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવશે.
આ બસ સ્ટેન્ડનું કામ અંદાજે ૩.૩૪ કરોડ રૂપિયાનું થવા જઈ રહ્યું છે. આ કાર્યક્રમમાં વિશેષ ઉપસ્થિતિ આ વિસ્તારના ધારાસભ્ય મહેશભાઈ કસવાલાની રહેશે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા માટે લીલીયા તાલુકા ભાજપ પ્રમુખ જીગ્નેશભાઈ સાવજ, જિલ્લા પંચાયત સદસ્ય રમીલાબેન ધોરાજીયા, વિપુલભાઈ દુધાત, લીલીયાના સરપંચ જીવનભાઈ વોરા દ્વારા તાલુકાની જનતાને આમંત્રણ પાઠવવામાં આવેલ છે.