આપીને બીજાને ઉજાસ, દીવાની વાટ કાળી થઈ ગઈ, જલન મળી દીવાને ને બીજાની દિવાળી થઈ ગઈ! જલના પડતાં હૈ, અનગિનત સિતારોકો આખરી દમ તક, ઉસ અમાવસકી રાત જીસે દુનિયાવાલે દીવાલી કહતે હૈ! દિવાળી એ આપણા વિક્રમ સંવતના કેલેન્ડરનું છેલ્લું પાનું. ગુજરાતી વર્ષના છેલ્લા મહિનાનો છેલ્લો દિવસ.
પૃથ્વીની સૂર્યની આસપાસની ૩૬૫ દિવસની પ્રદક્ષિણાનો છેલ્લો પડાવ. આમ ખગોળીય, ઐતિહાસિક, ધાર્મિક અને સામાજિક રીતે દિવાળીનું આપણા સૌના જીવનમાં આગવું અને અનેરું મહત્વ છે. આમ તો આજે વાઘ બારશથી જ દિવાળીના તહેવારો શરૂ થઈ જાય છે. આવતીકાલે ધન તેરસ એટલે ધનલક્ષ્મીનું પૂજન, પછી કાળી ચૌદશ અને પછી દિવાળી આવે. અંત પછી આરંભ હોય એ રીતે આવતી કાલે નવલા પ્રભાતે નવા અરમાનો, નવી આશાઓ અને નવા સપનાઓ સાથે ઊર્જા અને ઉજાસ સાથે નવા વર્ષની શુભ શરૂઆત થવાની છે એની ખુશીમાં આંગણામાં રંગોળી પૂરીને દીવડાઓ પ્રગટાવીને આતશબાજી કરીને નવલા વર્ષના વધામણાં કરે છે. આખા વર્ષનો થાક ભૂલીને નવા જોમ જુસ્સા સાથે નવા વર્ષના પરોઢિયે સૌ પ્રથમ વર્ષમાં એકવાર બધા ફરજિયાત પોતાના માતા પિતા અને વડીલોને વંદન કરીને આશીર્વાદ મેળવે છે અને બધાને મળીને નવા વર્ષના રામ રામ કરે છે. સામૂહિક મિલનનું સૌથી મોટું પર્વ એટલે બેસતું વર્ષ. વીતેલા વર્ષની વ્યથાઓ ભૂલીને, એકબીજાની નાની મોટી ભૂલોને ભૂલીને હળવા મળવાનો એક સાથે ઉજવાતો ભારતવર્ષનો સૌથી મોટો તહેવાર એટલે નૂતન વર્ષની શુભેચ્છા આપતો આ અવસર દીપાવલી તહેવારનો એક અનન્ય ભાગ છે. ત્યારબાદ આ જગતનો સૌથી પવિત્ર સ્નેહ જેમની વચ્ચે છે એવો ભાઈબીજનો તહેવાર. દરેક ભાઈ તેની બહેનના ઘરે જમવા જાય છે અને ત્યાર બાદ ક્રમશઃ લાભ પાંચમ સુધી આ તહેવારની શૃંખલા ચાલે છે. આમ આજથી જ આખું અઠવાડિયું દિવાળીના તહેવારોની શરૂવાત થઈ ચૂકી છે ત્યારે ઘરથી લઈને ઓફિસ સુધી બધે જ રસ્તામાં આવતી બજારો સહિત બધી જગ્યાએ દિવાળીનો માહોલ શરૂ થઈ ગયો છે. વેપારીઓ આખા વર્ષના વેપારમાં નફા- નુકસાનનું સરવૈયું કાઢે છે, ચોપડા પૂજન કરે છે. ઓફિસ દુકાનમાં સાફ સફાઈ કરે છે. રંગ રોગાન કરીને રોશનીથી સજાવે છે. જૂનો સ્ટોક ખાલી કરવા સેલ ખોલે છે. આમેય જૂનું ખાલી થાય તોજ નવાને સ્થાન મળે છે પછી એ દુકાન હોય કે આપણું હૃદય હોય નિયમ બધે સરખો જ લાગુ પડે છે. ગૃહિણીઓ પણ લગભગ એક અઠવાડિયાથી ઘરની સાફ સફાઈ દેશી ભાષામાં ,’ધુંહ જાળા’ કરે છે. આ સફાઈનું પણ આગવું મહત્વ રહેલું છે. ઘણીવાર નાની મોટી વસ્તુ ઘરમાં ક્યાંક મુકાઈ ગઈ હોય અને મળતી ના હોય પણ આ સાફ સફાઈ વખતે મળી જાય છે. આમ વર્ષના અંતિમ દિવસોમાં આખા વર્ષનો કચરો કાઢીને ફરીથી નવા વર્ષ માટે નવેસરથી ગોઠવણી કરવાની હોય છે. ત્યારે માત્ર ઘર, ઓફિસ કે દુકાન જ નહિ પણ આપણા જીવનમાં પણ આખા વર્ષ દરમ્યાન થયેલ ભૂલો, રાગ-દ્વેષ, ગેરસમજણ કે મનદુઃખ રૂપી કચરાને મનમાંથી કાઢીને મનમાં નવા વિચારો, સદભાવના અને સદગુણો રૂપી સુવાસ માટે જગ્યા કરવાનો અવસર છે. આમ દિવાળી આવે છે ત્યારે ઘરની સાથે એકબીજાના સંબંધો પર લાગેલી ધૂળ ખંખેરીને સંબંધોને ફરીથી તાજા કરીએ. સાલ જરૂર બદલ રહા હૈ, સાથ નહિ. સ્નેહ સદા બનાં રહે એવી સૌને શુભેચ્છા સાથે એક શબ્દમાં સ્નેહનો રંગ ભરું છું, સંબંધને રંગોળીની જેમ સજાવું છું. ઝળહળે હજારો દીપ ખુશીઓના દીપાવલીના તહેવારોની એવી સૌને શુભકામના પાઠવું છું. Haapy Diwali, Happy new year હી અીટ્ઠિ એડવાન્સમાં હૃદયનાં ભાવ સાથે અંતરના ઊંડાણે ઉત્સાહના કોડિયામાં શબ્દો રૂપી દિવેલ પૂરીને પ્રગટ થતા ભાવ સાથે જબ મનમે મોજ હો બહારો કી, ચમકાયે ચમક સિતારો કી, ખુશીયો કે સબ ઘેરે હો, તન્હાઈઓ મેં ભી મેલે હો, આનંદ કી આભા હોતી હૈ ઉસ રોજ દિવાળી હોતી હૈ! જબ પ્રેમ કે દિપક જલતે હો અપને સબ સચ મેં બદલતે હો, મન મેં હો મધુરતા ભાવો કી, જબ લહેરે ફસલે ખેતોકી, ઉસ રોજ દિવાળી હોતી હૈ! જબ પ્રેમ સે મીત બુલાતે હો, દુશ્મન ભી ગલે લગાતે હો, જબ કહે કિસી સે વેર ના હો, સબ અપને હો કોઈ ગેર ના હો, ઉસ રોજ દિવાળી હોતી હૈ! વર્ષ ભલે બદલાય વાત એની એજ. સાલ ભલે બદલાય સંબંધ એના એજ ! જય શ્રી કૃષ્ણ