આ વર્ષે દેશમાં સાયબર ક્રાઈમના ઘણા મોટા મામલા સામે આવ્યા છે. આવા ગુનાઓમાં ઝડપી વધારો જાવા મળ્યો હતો. જા કે, સરકારે આને નિયંત્રિત કરવા માટે સિસ્ટમ્સ વિકસાવી છે. દરમિયાન, સરકારી ડેટામાં જાણવા મળ્યું છે કે આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૧ નવેમ્બર સુધીમાં દેશમાં ૧૪,૪૧,૭૧૭ સાયબર ક્રાઇમ કેસ નોંધાયા છે.
આ કેસોમાં સૌથી વધુ પ્રચલિત સાયબર કૌભાંડોનો સમાવેશ થાય છે, જેમાં રોકાણ કૌભાંડો, પાર્ટ-ટાઇમ જાબ કૌભાંડો, ત્વરિત લોન, ડિજિટલ ધરપકડ, ડેટિંગ કૌભાંડો, રિફંડ કૌભાંડો, નકલી ગેમિંગ એપ્સ, સાયબર ગુલામી, સેક્સટોર્શન, ભૂલથી નાણાં ટ્રાન્સફર વગેરેનો સમાવેશ થાય છે. સરકારી ડેટા પરથી જાણવા મળ્યું છે કે આ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ડિજિટલ ધરપકડ કૌભાંડમાં દેશભરમાં લોકોએ ૧૨૦.૩ કરોડ રૂપિયા ગુમાવ્યા છે.
રોકાણ અને નોકરીના કૌભાંડો સંબંધિત ૧૦૦,૩૬૦ કેસ નોંધાયા હતા, જેમાં ૩૨૧૬ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. માહિતી અનુસાર, આ વર્ષે ૧ જાન્યુઆરીથી ૧૧ નવેમ્બર સુધીમાં દેશભરમાં વિવિધ સાયબર ગુનાઓમાં કુલ ૧૯,૮૮૮.૪૨ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. રસપ્રદ વાત એ છે કે આ તમામ સાયબર કૌભાંડો વિશે લોકોને જાગૃત કરવા માટે, ભારતીય સાયબર ક્રાઈમ કોઓર્ડિનેશન સેન્ટર અહીં ચાલી રહેલા ૪૩મા ઈન્ડીયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરમાં મોટા પાયે જાગૃતિ અભિયાન ચલાવી રહ્યું છે.
આઇ૪સીના વરિષ્ઠ અધિકારી ડો. દીપક કુમારે જણાવ્યું કે, તેમને સારો પ્રતિસાદ મળી રહ્યો છે. દરેક વય જૂથના લોકો તેમના પ્રદર્શનમાં આવી રહ્યા છે અને સાયબર કૌભાંડો અને તેમની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તે વિશે પૂછપરછ કરી રહ્યા છે. કુમારે કહ્યું, ‘આ જાગરૂકતા અભિયાન દ્વારા અમે લોકોને વ્યવહારમાં છેતરપિંડીના વિવિધ પ્રકારો વિશે જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. દેશભરમાં લોકોને નિશાન બનાવતા વર્તમાન ટોચના ગુનાઓમાં રોકાણ કૌભાંડ, ડિજિટલ ધરપકડ, ડેટિંગ કૌભાંડ, વર્ક ફ્રોમ હોમ સ્કેમનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે, મન કી બાત કાર્યક્રમ દરમિયાન, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને વધતા ‘ડિજિટલ ધરપકડ’ કૌભાંડ વિશે ચેતવણી આપી હતી, જ્યાં છેતરપિંડી કરનારાઓ પીડિતોને ડરાવવા અને પૈસા પડાવવા માટે કાયદા અમલીકરણ અથવા સરકારી અધિકારીઓનો ઢોંગ કરે છે.પહેલનો ઉલ્લેખ કરતા, કુમારે કહ્યું કે લોકો તાત્કાલિક સહાય મેળવવા માટે તમામ વિગતો સાથે હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર કાલ કરી શકે છે. કુમારે કહ્યું, ‘લોકો અમારી વેબસાઇટ પર જઈને છેતરપિંડી વિશે જાણી શકે છે અને તેમની ફરિયાદ નોંધાવી શકે છે.’
કુમારે કહ્યું, ‘અમારા પોર્ટલ પર દરરોજ ૬,૦૦૦ થી વધુ કેસ આવે છે. અમે સાયબર ક્રાઈમ સંબંધિત ઘણા ફેક નંબર અને એપ્સને પણ બ્લોક કરી દીધા છે. કુમારે કહ્યું, ‘અમે આ કટઆઉટનો ઉપયોગ એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે તે લોકોને આકર્ષી શકે છે. લોકો અમિતાભ બચ્ચનના ચાહક છે. તેથી, અમે લોકોને આવા સાયબર ગુનાઓ વિશે માહિતી આપવા માટે આ કટઆઉટ્‌સ પ્રદર્શિત કર્યા છે. તેમણે વધુમાં કહ્યું, ‘અમને મુલાકાતીઓ તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો છે.’