ભારત ૨૬ જાન્યુઆરીએ તેનો પ્રજાસત્તાક દિવસ ઉજવશે. દર વર્ષે આ પ્રસંગે, કોઈને કોઈ દેશના રાષ્ટ્રપતિ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપે છે. આ વખતે, એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઇન્ડોનેશિયાના રાષ્ટ્રીપતિ પ્રબોવો સુબિયાન્ટો રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન બનશે. નવી દિલ્હી દ્વારા ઉઠાવવામાં આવેલા વાંધાને પગલે, એવું માનવામાં આવે છે કે સુબિયાન્ટો તેમની ભારત મુલાકાત પૂર્ણ કર્યા પછી તરત જ પાકિસ્તાન જાય તેવી શક્યતા ઓછી છે. જાકે, પાકિસ્તાની મીડિયામાં આવેલા અહેવાલો અનુસાર, જકાર્તાએ ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની ભારત મુલાકાત પછી પાકિસ્તાનની મુલાકાતનું આયોજન કર્યું છે.
તમને જણાવી દઈએ કે ભારતે હજુ સુધી આ વર્ષના પ્રજાસત્તાક દિવસ માટે મુખ્ય મહેમાનની ઔપચારિક જાહેરાત કરી નથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમની મુલાકાત દરમિયાન સુબિયાન્ટો સાથે વ્યાપક વાતચીત કરશે. ભારત દર વર્ષે પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં જાડાવા માટે વૈશ્વિક નેતાઓને આમંત્રણ આપે છે. ગયા વર્ષે, ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતના પ્રજાસત્તાક દિવસના મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા હતા. અગાઉ, ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસી ૨૦૨૩ માં ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન હતા.
કોવિડ-૧૯ રોગચાળાને ધ્યાનમાં રાખીને ૨૦૨૧ અને ૨૦૨૨માં પ્રજાસત્તાક દિવસ પર કોઈ મુખ્ય મહેમાન નહોતા. ૨૦૨૦ માં, બ્રાઝિલના તત્કાલીન રાષ્ટ્રીપતિ જાયર બોલ્સોનારો પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય મહેમાન હતા. ૨૦૧૯ ની શરૂઆતમાં, દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રીપતિ સિરિલ રામાફોસા પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય મહેમાન હતા, જ્યારે ૨૦૧૮ માં તમામ ૧૦ છજીઈછદ્ગ દેશોના નેતાઓએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પાછલા વર્ષોમાં, ગણતંત્ર દિવસની પરેડમાં હાજરી આપનારા મહાનુભાવોમાં ૨૦૧૭ માં અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન, ૨૦૧૬ માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ફ્રાન્કોઇસ ઓલાંદ અને ૨૦૧૫ માં યુએસ રાષ્ટ્રપતિ બરાક ઓબામાનો સમાવેશ થાય છે. ૨૦૧૪ માં, જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબે મુખ્ય મહેમાન હતા.