મહિલાઓને સમાન અધિકાર અને સમાજમાં યોગ્ય સ્થાનની ગમે તેટલી વાતો કરવામાં આવે પરંતુ આજે પણ આ વસ્તી હકીકતથી ખુબ  જ દુર છે.તેનું ઉદાહરણ અહીં સામે આવ્યું છે.ઇન્દોરમાં એક વાર ફરી મહિલા સાથે સામૂહિક બળાત્કાર કરવામાં આવ્યો છે.આ વખતે પણ જુની પધ્ધતિ અપનાવવામાં આવી છે.જેમાં મહિલાની સાથે દોસ્તી કરવામાં આવી અને બાદમાં તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું.

મળતી માહિતી અનુસાર એક યુવકે પહેલા તો એક મહિલા સાથે દોસ્તી કરી અને ત્યારબાદ ગેરકાયદે સંબંધ બનાવ્યા અને બાદમાં તેણે પોતાના અન્ય મિત્રોની સાથે મળી મહિલાને પહેલા નશામાં ધુત કરી અને તેની સાથે દુરાચાર કર્યો.

છત્રીપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી મહિલા પોલીસ સ્ટેશનમાં પહોંચી હતી અને પોતાની સાથે થયેલ દુષ્કર્મની ફરિયાદ પોલીસને કરી હતી મહિલાએ પોતાની ફરિયાદમાં કહ્યું છે કે તેના દોસ્તે પોતાના બે મિત્રો સાથે મળી દુષ્કર્મ કર્યું છે મહિલાની ફપિયાદ પર પોલીસે એક આરોપીની સાથે તેના બે મિત્રોની ધરપકડ કરી છે.મહિલાએ કહ્યું કે તેમના દોસ્ત રોહિત તોમરે મંદલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક રૂમમાં લઇ ગયો તય્‌ રોહિતે મહિલાને બોલાવી અને તેને નશીલો પદાર્થ ખવડાવીને  તેણે અને તેના મિત્રોએ દુષ્કર્મ કર્યું.

પોલીસે મહિલાની ફરિયાદ પર મુખ્ય આરોપી રોહિત તોમરની ધરપકડ કરી લીધી છે અને તેના બે મિત્રોને હિરાસતમાં લઇ પુછપરછ શરૂ કરી છે.