એક તરફ ભારતમાં આઇપીએલ ચાલી રહી છે અને દુનિયાભરના ખેલાડીઓ અહીં રમી રહ્યા છે, તો બીજી તરફ ઇંગ્લેન્ડમાં કંઈક બીજું જ થઈ રહ્યું છે. ચેમ્પિયન્સ ટ્રોફી દરમિયાન ખરાબ પ્રદર્શન બાદ જાસ બટલરે અચાનક કેપ્ટનશીપ છોડી દીધી ત્યારબાદ ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ નવા કેપ્ટનની શોધમાં હતું. હવે તેમને જાસ બટલરનો વિકલ્પ મળી ગયો છે. નવો કેપ્ટન હવે ટી૨૦ આંતરરાષ્ટ્રીય અને વનડેમાં ટીમની કમાન સંભાળશે. આ જવાબદારી હેરી બ્રુકને સોંપવામાં આવી છે.
ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે હેરી બ્રુકને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય અને વનડેના નવા કેપ્ટન તરીકે જાહેર કર્યા છે. જાકે, બેન સ્ટોક્સ પહેલાની જેમ જ ટેસ્ટ ક્રિકેટનું નેતૃત્વ ચાલુ રાખશે. આ પહેલા જાસ બટલર ટી ૨૦ આંતરરાષ્ટ્રીય અને વનડે ટીમોનું નેતૃત્વ કરી રહ્યા હતા. લગભગ ૨૬ વર્ષના હેરી બ્રુકે ૨૦૨૨ માં ડેબ્યૂ કર્યું હતું, ત્યારથી, થોડી મેચો સિવાય, તે સતત રમી રહ્યો છે. હેરી બ્રુક હાલમાં ૈંઝ્રઝ્ર ટેસ્ટ રેન્કિંગમાં બીજા ક્રમના બેટ્‌સમેન છે. આ પહેલા, તે જાસ બટલરની કેપ્ટનશીપ હેઠળ વનડે અને ટી૨૦માં ઉપ-કેપ્ટન તરીકે સેવા આપી રહ્યો હતો.
હેરી બ્રુક માટે કેપ્ટનશીપની જવાબદારી નવી નહીં હોય કારણ કે તે અગાઉ ઈંગ્લેન્ડની અંડર ૧૯ ટીમનું નેતૃત્વ કરી ચૂક્્યો છે. વર્ષ ૨૦૨૮ માં, જ્યારે ન્યુઝીલેન્ડમાં અંડર ૧૯ વર્લ્ડ કપ યોજાયો હતો, ત્યારે તે ઇંગ્લેન્ડનો કેપ્ટન હતો. હેરી બ્રુક પણ આઇપીએલમાં રમવાનો હતો. દિલ્હી કેપિટલ્સે પણ તેને પોતાની ટીમમાં સામેલ કર્યો હતો, પરંતુ ટુર્નામેન્ટ શરૂ થાય તે પહેલા જ તેણે આવવાનો ઇનકાર કરી દીધો. આ માટે તેમણે અંગત કારણોનો ઉલ્લેખ કર્યો હતો. આ પછી, નવા નિયમો મુજબ, બીસીસીઆઇએ તેના પર બે વર્ષનો પ્રતિબંધ પણ લગાવી દીધો છે. આનો અર્થ એ થયો કે હવે હેરી બ્રુક બે વર્ષ સુધી આઇપીએલ રમી શકશે નહીં.
જા આપણે હેરી બ્રુકના આંકડા વિશે વાત કરીએ, તો તે ઘણા સારા છે. હેરી બ્રુકે અત્યાર સુધીમાં ઇંગ્લેન્ડ માટે ૨૬ વનડે મેચમાં ૮૧૬ રન બનાવ્યા છે. અહીં તેની સરેરાશ ૩૪ છે. તેણે અત્યાર સુધીમાં એક સદી અને ૫ અડધી સદી ફટકારી છે. આ પછી, જા આપણે ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોની વાત કરીએ, તો ત્યાં તેણે ૪૪ મેચ રમીને ૭૯૮ રન બનાવ્યા છે. તે સદી ફટકારી શક્યો નથી, પરંતુ તેના નામે ચાર અડધી સદી છે. હેરી બ્રુકની પ્રતિભા ટેસ્ટ ક્રિકેટમાં પણ જાઈ શકાય છે. અત્યાર સુધીમાં તે ૨૪ ટેસ્ટ રમીને ૨૨૮૧ રન બનાવી ચૂક્યો છે. તેના નામે આઠ સદી અને ૧૦ અડધી સદી છે. તેણે પાકિસ્તાનમાં ટેસ્ટ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે.