એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી) એ અભિનેત્રી મલ્લિકા શેરાવત અને ટીવી અભિનેતાનું નિવેદન કેટલાક પાકિસ્તાની નાગરિકોની માલિકીની સટ્ટાબાજીની વેબસાઇટ સામે મની લોન્ડરિંગની તપાસમાં નોંધ્યું છે. આ વેબસાઈટ ટી ૨૦ વર્લ્ડ કપની મેચોનું પણ ગેરકાયદે પ્રસારણ કરે છે. ફેડરલ એજન્સીએ પોર્ટલ ‘મેજિકવિન’ સામે તેની તપાસના ભાગરૂપે ગયા અઠવાડિયે દિલ્હી, મુંબઈ અને પૂણેમાં નવી શોધ હાથ ધરી હતી.
સૂત્રોએ જણાવ્યું હતું કે એજન્સીએ મલ્લિકા શેરાવત અને ટીવી અભિનેત્રી પૂજા બેનર્જીને આ કેસમાં કેટલાક પ્રશ્નોના જવાબ ઈમેલ અથવા સત્તાવાર પ્રતિનિધિ દ્વારા આપવા કહ્યું હતું. ૪૮ વર્ષીય અભિનેત્રી મલ્લિકા શેરાવતે ગયા અઠવાડિયે એક અધિકૃત પ્રતિનિધિ મારફતે ઈડીની અમદાવાદ ઓફિસમાં પોતાનું નિવેદન નોંધ્યું હતું અને તેના જવાબો ઈમેલ દ્વારા મોકલ્યા હતા, જ્યારે બેનર્જીએ તપાસ અધિકારી સમક્ષ જુબાની આપી હતી અને તેની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.પીએમએલએની જાગવાઈઓ હેઠળ તેમનું નિવેદન નોંધ્યું.
મલ્લિકા શેરાવતે ઘણી હિન્દી ફિલ્મોમાં પોતાની ભૂમિકા ભજવી છે. તે જ સમયે, પૂજા બેનર્જી ‘કસૌટી ઝિંદગી કી’માં જાવા મળી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બંનેએ ‘મેજિકવિન’ સાથે સંબંધિત કેટલીક પ્રમોશનલ પ્રવૃત્તિ કરી છે અને પ્રથમ દૃષ્ટિએ તેઓ આ કેસમાં આરોપી મળ્યા નથી. એજન્સી ટૂંક સમયમાં આ કેસમાં વધુ કેટલાક કલાકારો અને સેલિબ્રિટીઓની પૂછપરછ કરી શકે છે. ઈડ્ઢએ મંગળવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે પોર્ટલ માટે આયોજિત લાન્ચ પાર્ટીમાં હાજરી આપનાર અને ‘મેજિકવિન’ને સમર્થન આપનાર બી-ટાઉન સેલિબ્રિટીઓની તપાસ ચાલી રહી છે. આ સેલિબ્રિટીઓએ મેજિકવિન માટે વીડિયો અને ફોટો શૂટ પણ કર્યા હતા અને તેને પ્રમોટ કરવા માટે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કર્યા હતા.
એજન્સીના જણાવ્યા અનુસાર, મેજિકવિન એ ગેમિંગ પોર્ટલના વેશમાં એક ‘સટ્ટાબાજી’ વેબસાઇટ છે, જે વાસ્તવમાં પાકિસ્તાની નાગરિકોની માલિકીની છે. આ વેબસાઈટ મોટાભાગે દુબઈમાં કામ કરતા અથવા સ્થાયી થયેલા ભારતીય નાગરિકો દ્વારા ચલાવવામાં આવે છે. “વેબસાઈટ પર દર્શાવવામાં આવેલ સ્પોર્ટ્સ સટ્ટાબાજી મૂળ ફિલિપાઈન્સ અને અન્ય દેશોમાં રમવામાં આવે છે જે સટ્ટાબાજીની પ્રવૃત્તિઓને મંજૂરી આપે છે,” તેમણે કહ્યું. જા કે, તપાસ મુજબ, તે મૂળ રમતોના એપીઆઇ(એÂપ્લકેશન પ્રોગ્રામિંગ ઈન્ટરફેસ) ની નકલ કરીને વેબસાઈટ પર ફરીથી પ્રસારિત થાય છે. એજન્સીએ કહ્યું કે થાપણ, હોડ અને ઉપાડ જેવી સટ્ટાબાજીની પ્રવૃત્તિઓ મેજિકવિનના માલિકો દ્વારા નિયંÂત્રત થાય છે.