ઈસનપુરમાં રહેતા ૬૬ વર્ષના વૃધ્ધને ઢીંચણનો દુખાવો દૂર કરલાવું જણાવીને તેમની સાથે ૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આ બનાવની વિગત મુજબ ઈસનપુરના ઘોડાસરમાં રહેતા સંજય રાજેશ સક્સેનાને પગમાં ઢીંચણના દુખાવાની તકલીફ હતી. દરમિયાન તેઓ સી.જી.રોડ ખાતે એક હોટેલમાં જવા ગયા ત્યારે તેઓ દુખાવાને કારણે લંગડાતા હોવાથી એક શખ્સે સક્સેનાને કહ્યું કે તેમના એક સંબંધીને તમારા જેવી જ તકલીફ હતી.
તેમણે મુંબઈના ડોક્ટર પાસે સારવાર કરાવતા તેમને સારૂ થઈ ગયું હતું. તમારે સારવાર કરાવવી હોય તો નંબર આપું એમ કહીને મોબાઈલ નંબર આપ્યો હતો. અને ડોક્ટરનું નામ પાટીલ હોવાનું કહ્યું હતું. સક્સેનાએ બાદમાં આ નંબર પર ફોન કરતા સામેથી ડો.એમ.પાટીલ વાત કરતા હોવાનું કહ્યું હતું. પાટીલે તેમને એપોઈન્ટમેન્ટ નોંધાવવા તહેતા સક્સેનાએ એપોઈન્ટમેન્ટ નોંધાવી હતી.
બાદમાં ડો.પાટીલ તેમના એક સાગરીત સાથે સક્સેનાના ઘરે આવ્યા હતા. સક્સેના સાથે આવેલા શખ્સે ડો.પાટીલના આસિસ્ટંટ સાજુભાઈ પાટીલ તરીકેની આપી હતી. બાદમાં સંજય સક્સેનાના ઘુંટણની તપાસ કરીને ડોક્ટર પાટીલે ઘુંટણમાં પસ થઈ ગચું હોવાનું અને તે એકવાર કાઢવાના રૂ.૬,૦૦૦ થશે, એમ કહ્યું હતું. બાદમાં સક્સેનાના ઘુંટણમાંથી તેમણે ૧૫૩ વાર પસ કાઢ્યું હતું અને તેના રૂ. ૭,૦૦,૦૦૦ ખર્છ થયો હોવાનું કહ્યું હતું.
સક્સેનાએ આટલી રકમ ન હોવાનું કબહેતા ડોચપાટીલે તેના આસિસંટ્ટને આ રકમ આપી દેવા કહ્યું હતું. સક્સેનાએ રકમ ઓછી કરવા જણાવતા ડો.પાટેલે પૈસા કેશ આપશો તો રૂ.૬,૦૦,૦૦૦ થશે, એમ કહ્યું હતું.આથી સક્સેના પાટીલના આસિસ્ટંટ સાથે બેન્કમાં ગયા હતા અને રૂ.૬,૦૦,૦૦૦ કેશ તેને આપ્યા હતા.ત્યારબાદ ઘરે જઈને સક્સેનાએ તેમની દિકરી સાથે વાત કરી હતી.
તેમની દિકરીએ ઓનલાઈન તપાસ કરતા ડો.એમ,પાટીલનું કોઈ દવાખાનું ન હોવાનું જાણવા મળ્યું હતું, આમડો.એમ.પાટીલે ડોક્ટર તરીકેની ઓળખ આપીને સક્સેના સાથે ૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરી હતી. આ અંગે સક્સેનાએ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંદાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.