કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરીય સમિતિએ વિવિધ રાજ્યો માટે આપત્તિ શમન અને ક્ષમતા નિર્માણ પ્રોજેક્ટ માટે રૂ. ૧૧૧૫.૬૭ કરોડ મંજૂર કર્યા છે. નાણા મંત્રી, કૃષિ મંત્રી અને નીતિ આયોગના ઉપાધ્યક્ષની બનેલી સમિતિએ નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડની ફંડિંગ વિન્ડોમાંથી ૧૫ રાજ્યોમાં ભૂસ્ખલનનું જોખમ ઘટાડવા માટેની દરખાસ્તની તૈયારી અને ભંડોળની સમીક્ષા કરી છે.
ઉચ્ચ સ્તરીય સમિતિએ કુલ ૧૫ રાજ્યો (અરુણાચલ પ્રદેશ, આસામ, હિમાચલ પ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, સિક્કિમ, ત્રિપુરા, ઉત્તરાખંડ, કર્ણાટક, કેરળ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ)માં કુલ રૂ. ૧૦૦૦ કરોડના ખર્ચે નેશનલ લેન્ડસ્લાઈડ રિસ્ક રિડક્શન પ્રોજેક્ટને મંજૂરી આપી છે. સમિતિએ ઉત્તરાખંડ માટે રૂ. ૧૩૯ કરોડ, હિમાચલ પ્રદેશ માટે રૂ. ૧૩૯ કરોડ, ઉત્તર-પૂર્વના ૮ રાજ્યો માટે રૂ. ૩૭૮ કરોડ, મહારાષ્ટ્ર
માટે રૂ. ૧૦૦ કરોડ, કર્ણાટક માટે રૂ. ૭૨ કરોડ, કેરળ માટે રૂ. ૭૨ કરોડ, તમિલનાડુ માટે ૫૦ કરોડ રૂપિયા અને પશ્ચિમ બંગાળ માટે ૫૦ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે.
ઉચ્ચ સ્તરીય સમિતિએ તમામ રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોમાં નાગરિક સંરક્ષણની તાલીમ અને ક્ષમતા નિર્માણ માટે કુલ રૂ. ૧૧૫.૬૭ કરોડના ખર્ચ સાથે અન્ય એક પ્રોજેક્ટને પણ મંજૂરી આપી છે. અગાઉ, સમિતિએ દ્ગડ્ઢસ્હ્લ પાસેથી ૪ રાજ્યોમાં રૂ. ૧૫૦ કરોડના કુલ ખર્ચ સાથે સાત શહેરોમાં કુલ રૂ. ૩૦૭૫.૬૫ કરોડના ખર્ચ સાથે અર્બન ફ્લડ રિસ્ક મિટિગેશન પ્રોજેક્ટ અને ર્ય્ન્ંહ્લ રિસ્ક મેનેજમેન્ટને મંજૂરી આપી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિઝાસ્ટર રિઝિલિયન્ટ ઇન્ડિયાના વિઝનને સાકાર કરવા માટે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ ગૃહ મંત્રાલયે દેશમાં આપત્તિઓનું અસરકારક સંચાલન સુનિશ્ચિત કરવા માટે ઘણી પહેલ કરી છે. ભારતમાં ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન સિસ્ટમને મજબૂત કરીને આપત્તિ દરમિયાન કોઈ પણ મોટી જાનહાની અને જાન-માલની ખોટ અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ, આ વર્ષે રાજ્યોને ૨૧,૪૭૬ કરોડ રૂપિયાથી વધુની રકમ પહેલેથી જ જારી કરવામાં આવી છે. જેમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માંથી ૨૬ રાજ્યોને રૂ. ૧૪,૮૭૮.૪૦ કરોડ, નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડમાંથી ૧૫ રાજ્યોને રૂ. ૪,૬૩૭.૬૬ કરોડ, જેમાં ૧૧ રાજ્યોને સ્ટેટ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ તરફથી રૂ. ૧,૩૮૫.૪૫ કરોડ અને નેશનલ ડિઝાસ્ટર મિટિગેશન ફંડ તરફથી ૬ રાજ્યોને રૂ. ૫૭૪.૯૩ કરોડનો સમાવેશ થાય છે.