અમરેલી વીજ તંત્ર (પીજીવીસીએલ)એ ઉત્તરાયણ પર્વને સલામત અને સાવચેતી પૂર્વક ઉજવવા માટે પતંગ રસિકોને અપીલ કરી છે. અમરેલી વીજ તંત્રએ પતંગ ચગાવતી વખતે જરુરી સાવચેતી રાખવા માટે સૂચનાઓ બહાર પાડી છે, તે મુજબ પતંગ કે દોરી વીજળીના થાંભલા કે તારમાં ફસાઈ જાય તેને લેવા માટે થાંભલા પર ચડશો નહીં, વીજળીના તાર કે કેબલને પણ અડકશો નહીં, વીજળીના વાયર કે તાર ઉપર પડેલા પતંગ લેવા લંગર નાખશો નહીં. ચાઈનીઝ દોરીનો ઉપયોગ કરવો નહીં તેનાથી વીજળીના વાયર કપાઈ શકે છે. જેથી અંધારપટ કે વીજ અકસ્માત પણ
થઈ શકે છે. વીજ વાયરો પસાર થતા હોય તેની સાવ નજીકથી પણ પતંગ ઉડાડશો નહીં. આમ, નજીવી કિંમતના પતંગ માટે અનમોલ જિંદગીને જોખમમાં ન મુકાય તે માટે જરુરી ખ્યાલ રાખવા પણ વીજ તંત્રએ અપીલ કરી છે.