ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આડકતરી રીતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું અને કહ્યું કે જે લોકો બંધારણનું રક્ષણ કરવાનો દાવો કરે છે તેઓ તેના મૂળભૂત સિદ્ધાંતોને બદલવા માટે જવાબદાર છે. તેમણે કહ્યું કે આવા લોકોએ મહાકુંભમાં આવવું જોઈએ જેથી બંધારણના સન્માનનો સાચો અર્થ સમજી શકાય. મુખ્યમંત્રીએ રવિવારે ત્રિવેણી માર્ગ પર સેક્ટર ૪ ખાતે આવેલી બંધારણ ગેલેરીની મુલાકાત લેતા આ નિવેદન આપ્યું હતું.
ગેલેરીની મુલાકાત લેતી વખતે યોગી આદિત્યનાથે કહ્યું, “એક ચોક્કસ પક્ષે પોતાના અંગત હિતોને પૂર્ણ કરવા માટે ૫૫ વર્ષ સુધી વારંવાર બંધારણમાં સુધારો કર્યો, જેનાથી તેના મૂળભૂત સિદ્ધાંતો નબળા પડ્યા.” જોકે, તેમણે કોઈપણ પક્ષનું નામ લેવાનું ટાળ્યું અને એમ પણ કહ્યું કે જે લોકો નાટકીય રીતે બંધારણ હાથમાં લઈને શપથ લે છે તેમની પાસે ન તો ઘરે બંધારણની નકલ હશે અને ન તો તેમણે ક્યારેય તે વાંચી હશે.
મુખ્યમંત્રીએ કહ્યું, “બંધારણ આપણા માર્ગદર્શક આદર્શોનું પ્રતીક છે અને સમગ્ર દેશનું સંચાલન કરે છે. કોઈપણ સમાજ બંધારણ અને તેના કાયદાઓ વિના કાર્ય કરી શકતો નથી.” તેમણે આ પ્રસંગે બંધારણ ગેલેરીના મહત્વ પર ભાર મૂક્યો અને તેને યુવા પેઢીને ભારતીય બંધારણ વિશે શિક્ષિત કરવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ ગણાવ્યું.
બંધારણ ગેલેરીમાં ભારતીય બંધારણ પરના વિવિધ પુસ્તકો અને શાસ્ત્રો અને અન્ય પ્રદર્શનો રાખવામાં આવ્યા છે. આ ગેલેરીનો ઉદ્દેશ્ય મુલાકાતીઓને બંધારણના મુસદ્દા, તેના અપનાવવા અને વિવિધ કલમો વિશે માહિતી પૂરી પાડવાનો છે. આ ગેલેરીમાં ઐતિહાસિક દસ્તાવેજા અને બંધારણના નિર્માણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા લોકોના યોગદાન પર એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે. આ ઉપરાંત, મુલાકાતીઓ ઓડિયો પ્રેઝન્ટેશન દ્વારા બંધારણ સભાની ચર્ચાઓના રેકો‹ડગ પણ સાંભળી શકે છે.