ઉનાના કાજરડી ગામે રહેતો વિપુલ ઉર્ફે ટી.ટી. પુંજાભાઇ બાંભણીયા બાઈક નં. ૯૭૨૫માં દિવ તરફથી દારૂ લઈ હેરાફેરી કરતો હોવાની ચોક્કસ બાતમી આધારે જિલ્લા એલસીબી સ્ટાફ દ્વારા તડ ગામે દીવ રોડ પાસે બાઇક રોકાવી હતી અને બાઈકની તલાશી લેતા બાઇકમાં પેટ્રોલની ટાંકી તેમજ સીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી વિદેશી દારૂની ૧૦૮ એમ.એલ.ની પ્લાસ્ટીકની કંપની સીલપેક નંગ-૬૬ બોટલો વિદેશી દારૂ મળી આવી હતી. વિપુલ ઉર્ફે ટી.ટી. પુંજાભાઇ બાંભણીયાના કબ્જાનું બાઈક કબ્જે કરી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.