ઉના શહેરમાં ગણેશ મંદિરની સામે ધોબીવાડા વિસ્તારમાં રહેણાંક મકાનની બારી પાસે યુવાને રાખેલો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કોઈ અજાણ્યો શખ્સ રાત્રીના સમયે બારીમાં હાથ નાખી મોબાઈલ ચોરી કરી નાસી છૂટ્યો હતો. આ અંગે યુવાને પોલીસમાં ઇ.એફઆઈઆર દાખલ કરતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. ઉના પોલીસ સ્ટેશન અધિક્ષક પોલીસ ઇન્સ્પેકટર એમ.એન.રાણાની સૂચના તથા ઉના ઉત્તર ટાઉન ઇન્ચાર્જ પો.સબ.ઇ. એચ.એલ.જેબલીયાના માર્ગદર્શન મુજબ ીહ્લૈંઇ માંથી હ્લૈંઇ કન્વર્ટ કરાવતા ફરિયાદી યુવાન અભિષેકભાઇનો મોબાઈલ કોઇ અજાણ્યો ઇસમ ઘરની બારી પાસેથી ચોરી કરી લઇ જતા ઉના પોલીસે ચોકકસ બાતમીના આધારે મોબાઈલ ચોર મહમદનવાઝ મુસ્તાકબાપુ બહારૂની સૈયદ, રહે. આરબવાડા કોર્ટ વિસ્તાર ઉના વાળાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.