ઉના પોલીસ સ્ટેશનમાં આવા ૨૮ જેટલા ઇસમોની યાદી તૈયાર કરવામાં આવી છે. આગામી દિવસોમાં રમજાન ઇદ તથા રામનવમીનો તહેવાર આવનાર હોય જે અનુસંધાને ઉના ટાઉન વિસ્તારમાંથી નીકળનાર રમજાન ઇદનું ઝુલુસ તેમજ રામનવમીની શોભાયાત્રા જે રૂટ ઉપર પસાર થનાર હોય તે વિસ્તારમાં ફ્લેગ માર્ચ કરવામાં આવેલ તેમજ ઉના પીઆઇ એમ.એન. રાણા તથા ઉના પોલીસ સ્ટાફ તથા પી.જી.વી.સી.એલ. સ્ટાફ સાથે પોલીસ દ્વારા ઉના શહેર વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ કોમ્બીંગ કરી અસામાજીક પ્રવૃત્તિ કરતા ઇસમોના રહેણાક મકાનોએ કોંમ્બીંગ કરી રહેણાકના દસ્તાવેજો તથા લાઇટ બિલો તથા નળ કનેકશન વિગેરેની તપાસ કરવામાં આવી હતી.