ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટમાં ૨૧ લોકોના મોતની ઘટનાના ઘેરા પડઘા પૂરા રાજ્યમાં પડ્‌યા હોવાથી તંત્ર દ્વારા ગેરકાયદે ફટાકડાનું વેચાણ કરતા લોકો પર કડક કાર્યવાહી થઇ રહી છે. ગીર સોમનાથ જિલ્લામાં એલ.સી.બી. પીઆઈ એ.બી. જાડેજા સહિતના સ્ટાફે ઉના, ગીરગઢડા, વેરાવળ તેમજ ઉના તાલુકાના ગરાળમાં ફટાકડાનું ગેરકાયદે વેચાણ કરતા અને રહેણાંક વિસ્તારમાં ફટાકડાનો સંગ્રહ કરતા ૫ લોકોની તપાસ કરી હતી. આ તપાસમાં પોલીસે લાખો રૂપિયાના ફટાકડા સાથે ૫ શખ્સો વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.