ઉના દેલવાડા રોડ પર આવેલ નાયરા પેટ્રોલ પંપે એક યુવાન બાઈક લઇ પેટ્રોલ પુરાવવા ગયેલ હતો. અને પેટ્રોલના પૈસા ખિસામાંથી કાઢવા જતાં ખિસામાં કાગળની બાંધેલ પડીકી તેમાં રહેલ સોનાના લટકણીયા સાથે નીચે પડી ગઈ હતી અને તે ઉતાવળમાં હોય તેને ખ્યાલ ન રહ્યો અને ત્યાંથી જતો રહ્યો હતો. ત્યારબાદ ત્યાંના માલિક પેટ્રોલ પંપ ઓફિસમાં કામ પતાવી બહાર નીકળતા પડીકી નજરે ચડતા ખોલીને જોયું તો તેમાં બહેનોને કાનમાં પહેરવાના સોનાના લટકણીયા હતા. ત્યાર પછી પંપમાં લગાવેલા સીસીટીવી ફૂટેજ ચેક કરતા આ પડીકી કોની છે, તેની ચોક્કસ માહિતી મેળવી અને મૂળ માલિકની સાચી ઓળખ અને ખરાઈ કરીને યુવાનને તેના સોનાની વસ્તુની પડીકી પરત કરતા યુવાને આભાર વ્યક્ત કર્યો હતો અને તેના ચહેરા પર ખુશી જોવા મળી હતી.