ઉના પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસથી તાલુકાના મોટા દબાણ દુર કરવાની કાર્યવાહી ચાલુ હતી. એ દરમિયાન ઊનાના મોઠા ગામે એક આધેડે ઝેરી દવા ગટગટવી લેતા ચકચાર મચી જવા પામી હતી. વહીવટી તંત્રની નજર સમક્ષ ઘટના બનતા તંત્રમાં પણ હડકંપ મચી ગયો હતો અને તાત્કાલિક દબાણ દુર કરવાની કામગીરીને અટકાવવા તંત્રએ મજબૂર બનવું પડ્‌યું હતું. આધેડને તાત્કાલીક સારવાર અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.