ઉના બાયપાસ ઉપર અડીને આવેલી ડો. સતિષભાઈ વશરામભાઇ પડસાળાની માલિકીની વાડીમાં જયારે ખેત મજૂરો કૂવા પાસે કામ કરતા હતા. ત્યારે કૂવામાંથી અવાજ આવતા મજૂરોએ તાત્કાલિક કૂવામાં નજર કરતા કૂવામાં દીપડો જોવા મળ્યો હતો. દીપડો જોતા જ વાડી માલિકને જાણ કરતા વાડી માલિક સતિષભાઈ પડસાળાએ વન વિભાગને જાણ કરતા વન વિભાગનો સ્ટાફ DCF વિકાસ યાદવના માર્ગદર્શન હેઠળ જસાધાર રેન્જના આર.એફ.ઓ. ભરવાડ.ની હાજરીમાં તેના માર્ગદર્શન હેઠળ ઉના નવાબંદર રાઉન્ડનો સ્ટાફ ૬૫ ફૂટ ઊંડા કૂવામાં અંદાજે ૩૦ થી ૩૫ ફૂટ પાણીમાં પાંજરૂ નાખી કલાકોની ભારે જહેમત બાદ દીપડાને પાંજરામાં પુરી સલામત રીતે પાંજરાને કૂવાની બહાર કાઢી દીપડાને જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખાસેડવામાં આવ્યો હતો.