ઉના શહેરમાં રામનવમીની ભવ્ય ઉજવણીની કરવામાં આવી હતી. શ્રી રામ કૃષ્ણ જન્મોત્સવ સમિતિ, સમસ્ત હિન્દુ સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં રામણાવાડીને રામાયણના પાત્રો અને દ્રશ્યોથી જીવંત કરવામાં આવ્યું હતું. રામણાવાડીમાં રામસેતુ, લક્ષ્મણ ઝૂલા, જંગલના દ્રશ્યો, સીતાહરણ, રામ-હનુમાન મિલન, રામ-રાવણ યુદ્ધ, અયોધ્યાના રામ લલ્લા, અશોક વાટિકા, શબરીબાઈ, વનવાસ ગમન અને રામેશ્વર જેવા આકર્ષણો ઊભા કરવામાં આવ્યા હતા. તા. ૨/૪/૨૦૨૫ ના રોજ બુધવારથી શરૂ થયેલ આ રામ જન્મોત્સવમાં રામણાવાડીમાં સનાતન ધર્મના રામાયણના પાત્રોને જીવંત કરવામાં આવ્યા હતા.