ઊનાના નવાબંદર મરીન પોલીસ દ્વારા ૨ માર્ચનાં દેશનાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતને લઈને દરિયાઇ સીમા સુરક્ષાની સ્થિતિનું નિરીક્ષણ નવાબંદર મરીન પોલીસ અધિકારી વી.કે. ઝાલા દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ નોટીકલ માઈલ દરિયાઈ પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર રીતે પ્રતિબંધિત લાઈન ફીશીંગ કરતી દીવનાં વણાંકબારા અને વલસાડ ફિશીંગ બોટ નજરે ચડતાં નવાબંદર સૈયદ રાજપરા દરિયાઈ સીમા અંદરથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરિયાનાં ઉંડા પાણીમાં વચ્ચે લાઈન ફિશીંગ કરતી આ બોટને પેટ્રોલીંગ દરમિયાન રંગેહાથ ઝડપી પાડવા પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે.ઝાલા તથા એ.એસ.આઈ કંચનબેન પરમાર પો.હેડકોન્સ. કાનજીભાઈ વાણવી તથા કનુભાઈ બાંભણીયા તથા બોટ માસ્ટર ઇરફાનભાઈ સોઢા વિગેરે સ્ટાફ જોડાયા હતા. લાઈન ફિશીંગ સામે પોલીસની કાર્યવાહીથી સમગ્ર માછીમાર બોટ માલિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.