એકતા કપૂરે તેની પ્રખ્યાત ‘નાગિન’ સીરિયલની સાતમી સીઝનની સત્તાવાર પુષ્ટિ કરી છે. એકતાએ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર ‘નાગિન ૭’ વિશે કેટલીક રસપ્રદ માહિતી શેર કરીને ચાહકોને ખુશ કર્યા છે.
એકતા કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો. આ વીડિયોમાં, એકતા તેની ટીમ સાથે કંઈક ખાસ વિશે વાત કરતી જાવા મળી હતી. “તેણે ઈદ મુબારક. ઈદ મુબારક. મારે બધાને ઈદી આપવી છે,” એકતાએ ઈન્સ્ટાગ્રામ વીડિયોમાં કહ્યું. એકતાએ આગળ કહ્યું, ‘નાગિન ૭ ટૂંક સમયમાં આવશે, ખૂબ જ ટૂંક સમયમાં.’ એકતાના આ વીડિયોએ ચાહકોની ઉત્સુકતામાં વધુ વધારો કર્યો છે.
અહેવાલ મુજબ, આ વખતે ઈશા માલવિયા એકતાના ‘નાગિન ૭’માં નાગિનની ભૂમિકામાં જાવા મળશે. ‘ઉડારિયાં’ અને ‘બિગ બોસ ૧૭’ થી પ્રખ્યાત થયેલી ઈશા જા ‘નાગિન ૭’ માં આવે છે, તો તે તેના કરિયર માટે એક મોટી સિદ્ધિ હશે. એકતા કપૂરની પ્રખ્યાત નાગિન સીરિયલની પહેલી સીઝન ૨૦૧૫ માં શરૂ થઈ હતી, જેમાં મૌની રોય, અદા ખાન અને અર્જુન બિજલાનીએ પોતાના શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. પહેલી સીઝનની સફળતા પછી, અત્યાર સુધીમાં છ સીઝન રિલીઝ થઈ ચૂકી છે. હવે ચાહકો ‘નાગિન ૭’ ના આગમનની રાહ જાઈ રહ્યા છે.
‘નાગિન’ ટીવી સિરિયલે ચાહકોમાં ઘણા ચહેરાઓને ખાસ બનાવ્યા, જેમાં મૌની રોય, હિના ખાન, અદા ખાન, સુરભી જ્યોતિ, સુરભી ચંદના, તેજસ્વી પ્રકાશ અને રશ્મિ દેસાઈનો સમાવેશ થાય છે. જાકે, ચાહકો હવે ‘નાગિન ૭’ ના આગમનની આતુરતાથી રાહ જાઈ રહ્યા છે.