(એ.આર.એલ),એકતાનગર,તા.૩૧
વડાપ્રધાન મોદી દિવાળીના પાવન પર્વનાં દિવસે ગુજરાતની મુલાકાતે છે. પીએમ મોદી સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે કેવડિયાની મુલાકાતે છે. આ દરમિયાન નર્મદાના એકતાનગરમાં ફરજ બજાવતા પીએસઆઇનું મોત નિપજ્યું હતું. સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડની ઉજવણીના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મૂળ નર્મદાનાં દેડીયાપાડાનાં વતની અને સુરત ગ્રામ્યમાં ફરજ બજાવતા પીએસઆઇ સનભાઇ વસાવા ફરજ બજાવી રહ્યા હતા.સુરત ગ્રામ્ય વિસ્તાર સનભાઈ વસાવા પીએસઆઇ છેલ્લા બે દિવસ થી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એક્તા પરેડમાં ફરજ બજાવી રહ્યા હતા. તેઓ સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પટેલની મૂર્તિ પાસે ફરજ પર હતા.તે દરમિયાન રાષ્ટય એક્તા દિવસની ઉજવણી પૂર્ણ થયા બાદ હાર્ટએટેક આવ્યો હતો. જેઓને તાત્કાલિક નવનિર્મિત ટ્રોમાં હોસ્પટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા.