‘વા વાયાને વાદળ ઉમટ્યા રે, એવા સંયુક્ત પરિવારોને વાગ્યા ઘા રે.’ કદાચ આવી કવિતાઓ આવે તો વાંચી લેજા કારણ કે પશ્ચિમી સંસ્કૃતિનો વિરોધ કરનારાઓ આજે સંપૂર્ણ પશ્ચિમી સંસ્કૃતિમાં રંગાઈ ગયા છે. સંયુક્ત પરિવાર પ્રથા મૃતપ્રાયનાં આરે ઉભી છે. આજે જે જે સામાજિક સમસ્યાઓ ઉભી થઈ છે તેની ભીતરમાં તપાસ કરવામાં આવે તો સ્ત્રી-પુરૂષને સ્વતંત્રતા જાઈએ છે. જે સંયુક્ત પરિવારમાં શક્ય નથી. જેના પરિણામે આજે પારિવારીક સમસ્યાઓ સળગી રહી છે. દિવાના તેજે જાઈ સંયુક્ત પરિવારને શોધવા નીકળીએ તો જડે તેમ નથી તેવા સમયે દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ભાણવડ તાલુકાના શિવા ગામના યુવા અને ઉત્સાહી ખેડૂત પુત્ર રાવલીયા ભાવિન વિરાભાઈ અભ્યાસ ૧ર ધો. ઉંમર ૩૦ વર્ષની છે. ખેતી અને ખેત આધારીત વેલ્યુએડીશન ઉદ્યોગમાં સફળતાનું કારણ તેઓ સંયુક્ત પરિવારમાં રહેતા હોવાના કારણે સફળતા મળી છે. તેમ જણાવી ગૌરવભેર કહે છે. ઘરની ઓસરીમાં એક ભાણે ર૦ લોકો જમતા હોય આ અમારી તાકાત છે. પોતાની પાસે રહેલી ૮૦ વિઘા જમીનમાંથી ર૦૧૯થી સુભાષ પાલેકરજીની પ્રેરણાથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી. આજે બાગાયત ખેતી સંપૂર્ણ ગાય આધારીત અને પ્રાકૃતિક રીતે કરે છે. જેમાં પ વિઘામાં ખારેકનું વાવેતર કરેલ છે. ૧૦૦ થી ૧૧૦ જેટલા છોડ છે. સારૂ વાતાવરણ હોય તો ૮૦ થી ૧૦૦ કિલો ખારેકનું ઉત્પાદન મળે છે. અને ઘેરબેઠા રૂ.૧૦૦ના ભાવે વેંચાણ કરે છે. આ ઉપરાંત આંબાનું વાવેતર કરેલ છે. જેમાં ખુલ્લી જગ્યામાં ટમેટીનું વાવેતર કરેલ છે. ટમેટાનાં વેલ્યુએડીશન થકી જામ અને સોસ બનાવી વેચાણ કરે છે. આ ઉપરાંત તેઓની નર્સરીમાં ડ્રેગન ફ્રૂટ, જામફળ અને અંજીરનું પણ વાવેતર કરેલ છે. જામફળ અને અંજીર પણ ઘેર બેઠા વેંચાણ કરે છે. જયારે નવા પ્રયોગ તરીકે પેશન ફ્રૂટનું વાવેતર કરેલ છે. તેઓ કહે છે, પેશન ફ્રુટ હૃદય માટે ખુબ જ ફાયદાકારક છે. તેમાં પોટેશિયમ તેમજ ઈલેકટ્રોલાઈટ હોય છે. જે હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. અઢી વિઘાનાં વાવેતરમાંથી ર થી ૩ ટન પેશન ફ્રૂટનું ઉત્પાદન મળે છે. જે ઘેરબેઠા ર૦૦ રૂપિયાનાં હોલસેલ ભાવે વેંચાણ કરવામાં આવે છે જ્યારે રીટેઈલમાં ૩૦૦ રૂપિયાનાં ભાવે વેંચાણ કરવામાં આવે છે. પેશન ફ્રુટ એ એનર્જી આપતું ફ્રૂટ છે. એટલે તેમાથી એનર્જી ડ્રીંક્સ તૈયાર કરીને સોફ્ટડ્રીંક્સની વિવિધ વેરાયટીઓ સામે નેચરલ પિણુ માર્કેટમાં ભાવિનભાઈ લાવી રહ્યા છે. આ માટેનો પ્લાન્ટ, મશીનરી પણ તેઓએ ઉભી કરી દીધી છે. પોતાના ખેતરમાંથી ઉત્પાદન થતી દરેક વસ્તુ સીધી વેંચવાના બદલે વેલ્યુએડીશન કરીને વેચાણ કરવાની નેમ ભાવિનભાઈ રાખી રહ્યા છે. તેઓનો સંપર્ક નં.૮૧ર૮૦ ર૦૭૬૦ છે.
તિખારો
માણસ અને વિજ્ઞાને પ્રગતિ એટલી કરી છે કે લાખો કિલોમીટર દૂર માણસને જાઈ અને સાંભળી શકીએ છીએ. પતન એટલુ થયું છે કે નજીક બેઠેલા માણસ સાથે સાચા સંબંધો ખોઈ બેઠા છીએ.